Only Gujarat

Bollywood

કિયારા અડવાણીના આ પર્સની કિંમત જાણી ચકરાઈ ગયું ચાહકોનું મગજ

તાજેતરમાં જ કિયારા આડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન સિડ-કિયારાનો લુક એકદમ સિંપલ અને સ્ટાઈલિશ હતો. સિદ્ધાર્થ એક તરફ સફેદ ટ્રાઉઝર સાથે પર્પલ રંગના ટી-શર્ટમાં હતો ત્યાં કિયારા સફેદ રંગના પાઈજામા સાથે સફેદ રંગની સ્પેગેટીમાં જોવા મળી.

આ બંનેને એકસાથે જોતાં જ પાપારાઝી ફોટોઝ ક્લિક કરવા લાગ્યા. આ દરમિયાન લોકોની નજર કિયારાના નાનકડા પર્સ પર પડી. આ પર્સ તેણે ક્રોસ શોલ્ડર રાખ્યું હતું. ખૂબજ સાદા દેખાતા એવા આ પર્સની કિંમતની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે.

સામાન્ય દેખાતી સ્લિંગ બેગ બની સેન્ટર ઑફ એટ્રેક્શન
આ ડ્રેસ કોડ સાથે કિયારાએ માથામાં રંગબેરંગી હેરબેન્ડ, ચહેરા પર ગોગલ્સ અને ક્રોસ શોલ્ડર નાનકડું સ્લિંગ બેગ સ્ટાઈલ કર્યું હતું. કિયારાનો આ સિંપલ લુક સૌને ખૂબજ ગમ્યો અને તેની બેગની તો ચારેય તરફ ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં લોકોનું ધ્યાન આ સામાન્ય દેખાતી બેગની કિંમતના કારણે આકર્ષાયું છે.

મોંઘી બ્રાન્ડનું છે આ બેગ
આ ગોલ્ડન રંગનું સ્લિંગ બેગ લગ્ઝરી બ્રાન્ડ પ્રાદાનું છે અને તે ટ્રાયન્ગલ સૈફિયાનું લેધર શોલ્ડર બેગ છે. કિયારાની આ નાનકડી બેગની કિંમત એટલી વધારે છે કે, તેને જાણીને તમે સૌં ચોંકી જશો.

2 લાખ 32 હજારનું છે આ પર્સ
રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, પ્રાદાના આ સ્ટાઈલિશ સ્લિંગ બેગની કિંમત લગભગ 2 લાખ 32 હજાર રૂપિયા છે. આ નાનકડી સ્લિંગ બેગની કિંમત એટલી વધારે છે કે, ફેન્સ શોક થઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે, કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન માટે બંનેએ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

You cannot copy content of this page