Only Gujarat

Bollywood

બોલિવૂડની આ સાત હિરોઈનોના પહેલાં લગ્ન ગયા નિષ્ફળ, બીજા લગ્નએ પૂરા કર્યા અરમાન

નવી દિલ્લી: પહેલા લગ્ન ઘણા લોકો માટે એક પ્રયોગ સમાન હોય છે. નિભાવી શકાય તો ઠીક, નહીં તો બીજા લગ્ન માટે હિંમત કરવી અને તેને સાચો નિર્ણય સાબિત કરવો સરળ નથી હોતું. બોલીવુડમાં પણ અનેક એવી અભિનેત્રીઓ છે, જેમના પહેલા લગ્ન મોટી ભૂલ સમાન સાબિત થયા, પરંતુ બીજા લગ્નએ તેમના તમામ સપના પૂર્ણ કર્યા. જાણો એવી સાત અભિનેત્રીઓની કહાની…

કિરણ ખેર:
કિરણ ઠાકુર સિંહ સંધૂનો જન્મ ચંડીગઢમાં થયો હતો, અને તે કિરણ ખેરના નામથી ત્યાંના સાંસદ છે. જો કે, ગૌતમ બેરી સાથે લગ્ન બાદ તે કિરણ બેરી બની ગઈ હતી. છૂટાછેડા બાદ તે પાછી કિરણ ઠાકુર સિંહ બની ગઈ. અનુપમ ખેર સાથે લગ્ન કર્યા બાદ તે કિરણ ઠાકુર સિંહ ખેર બની ગઈ. જો કે લોકો તેને શોર્ટમાં કિરણ ખેર જ બોલાવે છે. જો કે કિરણ ખેર નામ કરવા પાછળ તેમનો આંકડાશાસ્ત્રમાં વિશ્વાસ પણ છે. તેમના નામનો સ્પેલિંગ પણ Kiranની જગ્યાએ Kirron છે. તેના પહેલા પતિ ગૌતમ બેરી મુંબઈમાં બિઝનેસમેન હતા અને તે જ સિકંદર ખેરના પિતા છે. અનુપમ ખેર સાથે તેમનો સંબંધ ચંડીગઢ યુનિવર્સિટીના દિવસોથી જ હતો. બંને થિએટરના શોખીન હતા. બંનેએ એક પ્લે ચાંદપુરી કી ચંપાબાઈમાં કામ પણ કર્યું હતું. લગ્ન બાદ તે કદાચ પોતાની એક્ટિંગની દુનિયાને મિસ કરી રહી હતી. અનુપમ સાથે તેની મિત્રતા ફરી વધવા લાગી અને જેવી અનુપમને પોતાની પહેલી મૂવી મહેશ ભટ્ટની સારાંશ મળી અને તે બાદ અનુપમ ખેરના નામની ચર્ચા ચારે તરફ થવા લાગી. કિરણે એના પછીના વર્ષે જ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. 6 વર્ષના લગ્નને 1985માં તોડ્યા બાદ એ જ વર્ષે તેમણે અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા અને આજે બંને ઈન્ડસ્ટ્રીના સૌથી જૉલી કપલ મનાય છે. ઊર્જા, મસ્તી અને ટેલેન્ટથી ભરપૂર.

યોગિતા બાલી:
યોગિતા બાલીના કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચન અને નવીન નિશ્ચલ સાથેની ફિલ્મ પરવાનાથી થઈ હતી. પોતાની ખૂબસૂરત અને સૌમ્યતાના કારણે બહુ જલ્દી તેમની એક જગ્યા બની ગઈ. આ વચ્ચે કિશોર કુમાર સાથે પણ તેમની મિત્રતા થઈ ગઈ, જે મધુબાલાના મોત બાદ છેલ્લા 7 વર્ષથી એકલા હતા. કિશોર કુમારના ત્યાં સુધીમાં બે લગ્નો થઈ ચુક્યા હતા. પહેલા પત્ની રૂમાને તેણે લગ્નના 8 વર્ષ બાદ છૂટાછેડા આપી દીધા હતા અને બીમાર મધુબાલા સાથે લગ્ન કર્યા તો 9 વર્ષ બાદ તેનું મોત થઈ ગયું. 1976માં યોગિતા બાલીના પહેલા લગ્ન થયા, પરંતુ તે કિશોર કુમારની ત્રીજી પત્ની હતી. કિશોર કુમાર અસ્થિર ચરિત્રના હતા, તે યોગિતાને લગ્ન બાદ ખબર પડી. તેને સમજાઈ ગયું કે તે કિશોર કુમારને લાઈન પર નહીં લાવી શકે. તેણે 2 વર્ષમાં જ કિશોર કુમારને છૂટાછેડા આપી દીધા. કિશોરનું નિવેદન આવ્યું કે આ લગ્ન મજાક હતા. યોગિતા પોતાના માતાને લઈને પઝેસિવ હતી. સાચું કારણ એ હતું કે કિશોરથી પરેશાન યોગિતાના હમદર્દ બની ગયા હતા મિથુન. આગલા વર્ષે યોગિતાએ મિથુન સાથે લગ્ન કરી લીધા. તો આ તરફ કિશોરે ચોથા લગ્ન લીના ચંદ્રાવરકર સાથે કર્યા હતા. પછી ઘણા વર્ષો સુધી કિશોર મિથુનની ફિલ્મોમાં ગીતો ગાવાથી દૂર રહ્યા હતા.

બિંદિયા ગોસ્વામી:
બિંદિયા ગોસ્વામીના પિતાએ 7 લગ્નો કર્યા હતા. એક પાર્ટીમાં તેમને હેમા માલિનીના માતાએ જોયું તો તેમને લાગ્યું કે આનો ચહેરો તો હેમા સાથે મળતો આવે છે. એવામાં હેમા માલિનીને જે ફિલ્મો માટે ના પાડવી હોય તો તેની માતા એ ફિલ્મના પ્રોડ્યૂસરને બિંદિયા વિશે જણાવી દેતા હતા. બિંદિયા એક આસામી ફિલ્મમાં કામ કરી ચુકી હતી. તેના 7 વર્ષ બાદ તેને બોલીવુડમાં પહેલી ફિલ્મ મળી જીવન જ્યોતિ, વિજય અરોરા સાથે. જો કે ઓળખ મળી હ્રષિકેશ મુખર્જીની ગોલમાલથી. સાથે શાન જેવી ફિલ્મમાં વિનોદ મહેરા સાથે કામ કર્યું તો જોડી જામી ગઈ. વિનોદ મહેરા પરિણીત હતા, લગ્નનના તરત બાદ જ હાર્ટ અટેક આવતા પત્ની મીના બ્રોકા સાથે અણબનાવ થઈ ગયો હતો અને પછી સમાચારો આવ્યા કે તેણે રેખા સાથે લગ્ન કરી લીધા છે. જો કે બંનેએ તે ક્યારેય સ્વીકાર્યું નથી. તો બિંદિયા ત્યાં સુધીમાં તેના પર ફિદા થઈ ચુકી હતી. 1980માં થયેલા આ લગ્ન ચાર વર્ષ જ ચાલ્યા. કારણ કે મેહરાથી પરેશાન બિંદિયા જે પી દત્તા સાથે નિકટતા વધારી રહી હતી અને બાદમાં મેહરાને છૂટાછેડા આપીને દત્તા સાથે લગ્ન કરી લીધા. બાદમાં બિંદિયા જેપીની ફિલ્મમાં ડ્રેસ ડિઝાઈન કરવા લાગી. ઉમરાવ જાનમાં ઐશ્વર્યાના તમામ ડ્રેસ તેણે જ તૈયાર કર્યા હતા.

અર્ચના પૂરન સિંહ:
અર્ચનાના પહેલા લગ્ન જ્યારે તૂટ્યા, જેના વિશે તે કોઈને નથી કહેતી. ત્યાં સુધી કે તેના પહેલા પતિનું નામ સુદ્ધા નહીં, તો તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે ક્યારેય લગ્ન નહીં કરે. જો કે પરમીત સેઠીએ તેને આ નિર્ણય બદલવા પર મજબૂર કરી અને 1992માં બંનેએ લગ્ન કરી લીધા. અનેક ફિલ્મોમાં હિરોઈન બન્યા બાદ તે ટીવી પર આવી, અનેક શો હોસ્ટ કર્યા, રોલ્સ પણ કર્યા, ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકીઓ પણ કરી. ફાઈનલી છેલ્લા કેટલાક વર્ષથી આપણે તેને જજ કે ગેસ્ટ રૂપે જોઈએ છે. ખાસ કરીને કપિલ શર્મા શોમાં આ પહેલા તે કૉમેડી સર્કસમાં જજ હતી. પરમીત સાથે તેની ટ્યૂનિંગ એવી જામી કે ઝલક દિખલા જા અને નચ બલિયેની પહેલી સિઝનમાં પણ બંનેની જોડી ડાન્સ કરતી નજરે આવી. બંનેના 2 દીકરા પણ છે, આર્યમન અને આયુષ્માન, બંને હવે યુવાન થઈ ગયા છે.

રેણુકા શહાણે:
સુરભિએ એક સમયે રેણુકાને એવી ઓળખ આપી હતી કે લોકો આજ સુધી નથી ભૂલ્યા. પિતા નેવી ઑફિસર અને માતા શાંતા ગોખલે મરાઠી થિએટરના જાણીતા કલાકાર અને ફિલ્મ ક્રિટિક હતા. માતાએ પિતાને છૂટાછેડા આપ્યા અને બીજા લગ્ન કર્યા, તેને પણ છૂટાછેડા આપ્યા. રેણુકાને માતાના સબક યાદ હતા. પહેલા લગ્ન કર્યા મરાઠી થિએટર રાઈટર ડાયરેક્ટર સાથે, નામ હતું વિજય કેનકરે, પરંતુ જલ્દી જ સંબંધ તૂટી ગયો. પછી જાણીતા અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા. બંનેના 2 દીકરા છે શૌર્યમાન અને સત્યેન્દ્ર. 19 વર્ષથી તેમના લગ્ન સારા ચાલી રહ્યા છે, જો કે એ વાત અલગ છે કે બંનેના રાજનૈતિક વિચારો અલગ અલગ લાગે છે.

નીલમ કોઠારી:
નીલમ ચર્ચામાં આવી હતી પોતાની ફિલ્મ લવ 86થી. 1986માં આવેલી આ ફિલ્મથી બોલીવુડના 3 સિતારાઓ ચર્ચામાં આવ્યા હતા. ગોવિંદા, તબ્બૂની બહેન ફરહા નાજ અને નીલમ કોઠારી. નીલમ અને ગોવિંદાની જોડીએ 14 ફિલ્મો કરી. હોંગકોંગમાં પેદા થયેલી ગુજરાતી પરિવારની છોકરી નીલમનો પરિવાર જ્વેલરી બિઝનેસમાં હતો. મુંબઈ તો તે રજા માણવા આવી હતી અને પહેલી ફિલ્મ જવાનીની ઑફર મળી. 2000માં તેના લગ્ન બિઝનેસમેન ઋષિ સેઠિયા સાથે થયા, પરંતુ જલ્દી છૂટાછેડા થઈ ગયા. પછી એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા. 2013માં તેણે એક દીકરી દતક લીધી, નામ છે આહના. સાથે સાથે તે સલમાન સાથે જોધપુર હરણ કેસમાં ફસાવાના કારણે પણ ચર્ચામાં આવી હતી. ફિલ્મો છોડ્યા બાદ તેણે ફેમિલી બિઝનેસ અપનાવી લીધો. નીલમ જ્વેલ્સના નામથી પોતાની બ્રાન્ડ લૉન્ચ કરી.

પૂજા બેદી:
પૂજા બેદીની પહેલા લગ્નથી છૂટાછેડા થયા તેને 17 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેણે બીજા લગ્ન નથી કર્યા. જલ્દી જ કરવાની છે. જ્યારે તેના પિતા કબીર બેદીએ ચોથી વાર લગ્ન કર્યા છે. તેના આગલા દિવસે તેમનો 70મો જન્મ દિવસ હતો, અને તે લગ્ન કરી રહ્યા હતા. પરવીન બાબી સાથે તેમના અફેરની ખબરો આવતી રહી હતી અને તેની નવી વાઈફનું નામ પણ પરવીન સાંભળ્યું તો લોકો ચોંકી ગયા. પરવીન દુસાંઝ તેમની દીકરી પૂજા બેદીથી પણ ચાર વર્ષ નાની છે. કબીરના પહેલા લગ્ન પૂજાના માતા ઓડિસી ડાન્સર પ્રોતિમા ગૌરી સાથ 1969માં થયા હતા, 74માં છૂટાછેડા થયા, પૂજા અને સિદ્ધાર્થ તેમના બાળકો છે. તો પૂજાએ પહેલા લગ્ન 1994માં ફરહાન સાથે કર્યા હતા જેના માટે તે ઈસ્લામમાં કન્વર્ટ થઈને નૂરજહાં બની હતી. પણ 9 વર્ષમાં લગ્ન તૂટી ગયા, બે બાળકો છે આલિયા અને ઉમર. આલિયાની એક ફિલ્મ પણ આવી ચૂકી છે. હવે પૂજા ગોવામાં રહે છે અને 2019માં તેણે પોતાના મિત્ર માનેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી લીધી. માનેકનો બોટનો બિઝનેસ છે. પૂજાના બાળકો ઈચ્છે છે કે, જેમ તેના પપ્પા ફરહાને ફિરોઝ ખાનની દીકરી લૈલા સાથે બીજા લગ્ન કરી લીધા તેમ પૂજાએ પણ લગ્ન કરી લેવા જોઈએ. પૂજાને પણ એવું લાગે છે કે તેને તેનો સોલમેટ મળી ગયો છે, જે તેની સાથે બાળકોનું પણ ધ્યાન રાખે છે. કોરોના ન આવ્યો હોત તો તેમના લગ્ન થઈ ગયા હોત.

 

 

You cannot copy content of this page