Only Gujarat

International

મોત પછી માણસના શરીરમાંથી આત્મા અલગ થાય તો શું થાય છે ફેરફાર? કેટલું હોય છે આત્માનું વજન?

પ્રાચીન ઈજિપ્તના લોકોનું માનવું હતું કે મર્યા બાદ વ્યક્તિ એક લાંબા સફર પર નિકળી જાય છે. જે ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમાં તે સૂર્ય દેવતાની હોડીમાં સવાર થઈને હૉલ ઑફ ડબલ ટ્રૂથ સુધી પહોંચે છે. દંતકથાઓ પ્રમાણે, સત્યની ખબર પાડતા આ હૉલમાં આત્માના લેખા જોખા જોવામાં આવે છે અને તેનો નિર્ણય થાય છે. અહીં સત્ય અને ન્યાયની દેવીની કલમના વજનની તુલના વ્યક્તિના દિલથી કરવામાં આવે છે.

પ્રાચીન ઈજિપ્તના લોકોનું માનવું હતું કે લોકોના તમામ સારા અને ખરાબ કર્મોનો હિસાબ તેના દિલ પર લખવામાં આવે છે. જો તેણે સાદું અને નિષ્કપટ જીવન વિતાવ્યું હશે તો તેની આત્માનું વજન પિંછાની જેમ ઓછું હશે અને તેને ઓસિરિસના સ્વર્ગમાં જગ્યા મળી જશે. ઈજિપ્તની પ્રાચીન માન્યતાની એક ઝલક 1907માં જર્નલ ઑફ ધ અમેરિકન સોસાયટી ફૉર સાઈકિક રીસર્ચમાં છપાયેલી એક શોધમાં મળી હતી. હાઈપોથેસિસ ઑન ધ સબસ્ટેન્સ ઑફ ધ સોલ અલૉન્સ વિધ ધ એક્સપેરિમેન્ટલ એવિડેન્ટ ફૉર ધ એક્ઝિસ્ટન્સ ઑફ સેડ સબ્જેક્ટના નામથી થયેલી આ શોધમાં વ્યક્તિના મોત બાદ તેની આત્મા સાથે જોડાયેલા પ્રયોગ પર ચર્ચા કરવામાં આવી હતી.

આત્માનું વજન
આ શોધ સાથે જોડાયેલો એક લેખ ન્યૂયૉર્ક ટાઈમ્સમાં માર્ચ 1907માં છપાયો, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ડૉક્ટરોને લાગે છે કે આત્માનું નિયત વજન હોય છે. જેમાં ડૉક્ટર ડંકન મૈકડૉગલ નામના એક ફિઝિશિયનના પ્રયોગ વિશે ચર્ચા હતી. 1866માં સ્કૉટલૈંડના ગ્લાસગોમાં જન્મેલા ડૉક્ટર ડંકન વીસ વર્ષની ઉંમરમાં અમેરિકાના મૈસાચ્યૂસેટ આવી ગયા હતા. તેમણે હ્યૂસ્ટન યુનિ.થી સ્કૂલ ઑફ મેડિસિનમાં પોતાનું ભણતર પુરું કર્યું અને પોતાના જીવનનો મોટો ભાગ હેવરિલ શહેરના એક ચેરિટેબલ હૉસ્પિટલમાં લોકોનો ઈલાજ કરતા વિતાવ્યો. એ હૉસ્પિટલના માલિક એક એવા કારોબારી હતા જેમનો વેપાર ચીન સાથે હતો. તે ચીનથી જે વસ્તુઓ લાવ્યા હતા જેમાંથી એક મહત્વની ચીજ ફેયરબૈંક્સનું ત્રાજવું હતું. જે સૌથી પહેલા 1830માં બનાવવામાં આવ્યું હતું. જેમાં મોટી વસ્તુઓનું માપ સરળતાથી લઈ શકાતું હતું.

ડૉક્ટર ડંકન જ્યા કામ કરતા હતા, ત્યા તે ઘણી વાર લોકોના મોત જોતા હતા. હૉસ્પિટલમાં વજન માપવાનું મશીન જોઈને તેમના મનમાં વ્યક્તિની આત્માનું વજન માપવાનો વિચાર આવ્યો. ન્યૂયૉર્ક ટાઈમ્સના લેખ અનુસાર આ ઘટનાના 6 વર્ષ બાદ સંશોધનનો વિષય લોકોની સામે આવ્યો હતો. જે હતો, એ જાણવું કે વ્યક્તિના મર્યા બાદ જ્યારે તેની આત્મા તેનાથી અલગ થઈ જાય છે તો એ કારણે તેના શરીરમાં શું ફેરફાર થાય છે?

તેમની શોધનો વિષય પ્રાચીન ઈજિપ્તના લોકોની માન્યતાને સાબિત કરવાનો કે ઈજિપ્તના દેવી દેવતાઓ વિશે કાંઈ જાણવાનો ક્યારેય નહોતો પરંતુ તેની વિષય વસ્તુ જરૂર તેનાથી મેળ ખાતી હતી. તમે સમજી શકો છો કે તેણે પોતાની શોધની શરૂઆત જ એ વાતથી કરી કે મર્યા બાદ વ્યક્તિના શરીરથી આત્મા અલગ થાય છે. એટલે કે તે આત્માના હોવા કે ન હોવા પર સવાલ નહોતા કરી રહ્યા. પરંતુ તેમની શોધના પરિણામોમાં આ વાતને વૈજ્ઞાનિક સ્તર પર માન્યતા આપવાની વાત જરૂર હતી. (ઓસિરિસ અને તેની પત્ની આઈસિસઃ તસવીર સોશિયલ મીડિયા પરથી)

ડૉક્ટર ડંકન મૈકડૉગલનો પ્રયોગ
તેમણે એક ખૂબ જ હળવા વજનના ફ્રેમની એક ખાસ પ્રકારની પથારી બનાવી જેને તેણે ત્રાજવા પર ફિટ કરી. તેણે ત્રાજવાને એવી રીતે બેલેન્સ કર્યું કે એક ઔંસથી ઓછો ફેરફાર પણ માપી શકાય. જે લોકો ગંભીર રીતે બીમાર હોય અથવા તો બચવાનો ઉપાય ન હોય તેમને, આ ખાસ પથારી પર સૂવડાવવામાં આવતા હતા અને તેમના મરવાની પ્રક્રિયાને નજીકથી જોવામાં આવતી હતી. (ફેયરબૈંક્સનું ત્રાજવુંઃ તસવીર સોશિયલ મીડિયા)

શરીરના વજનમાં થતા ફેરફારને તે લખતા રહેતા હતા. એ દરમિયાન તેઓ એમ પણ માનતા કે માનવી મરી જાય તો શરીરમાં પાણી, લોહી, પસીનો, મળ-મૂત્ર કે ઑક્સીજન અને નાઈટ્રોજનના સ્તરમાં પણ ફેરફાર થશે. આ શોધ પર તેની સાથે ચાર વધુ ફિઝિશિયન કામ કરી રહ્યા હતા. તેઓ તમામ આંકડાનો અલગ અલગ હિસાબ રાખતા હતા. ડૉ. ડંકને દાવો કર્યો કે, જ્યારે વ્યક્તિ છેલ્લો શ્વાસ લે છે તો તેના શરીરમાંથી અડધો કે સવા ઔંસ વજન ઓછો થાય છે. ડૉ. ડંકનનું કહેવું હતું કે, જે ક્ષણે શરીર નિષ્ક્રિય થઈ જાય છે, એ સમયે ત્રાજવું નમી જાય છે. એવું લાગે છે કે શરીરથી અચાનક કાંઈક નિકળીને બહાર ગયું.

ડૉ. ડંકનના અનુસાર આ પ્રયોગ 15 શ્વાન સાથે પણ કર્યો અને ખબર પડી કે તેના પરિણામો નકારાત્મક છે. તેમનું કહેવું છે કે, મોતના સમયે તેના શરીરના વજનમાં કોઈ જ ફેરફાર ન થયો. આ પ્રયોગના પરિણામોને એવી રીતે સમજવામાં આવ્યા કે, મૃત્યુના સમયે વ્યક્તિના શરીરના વજનમાં ફેરફાર થાય છે કારણ કે તેના શરીરમાં આત્મા હોય છે પરંતુ શ્વાનના શરીરમાં કોઈ જ ફેરફાર નથી થતો કારણ કે તેના શરીરમાં આત્મા નથી હોતી. (ફેયરબૈંક્સનું ત્રાજવુંઃ તસવીર સોશિયલ મીડિયા)

શોધમાં હતી ખામી
6 વર્ષ ચાલેલા આ પ્રયોગમાં 6 મામલા પર જ શોધ કરવામાં આવી હતી. એક સમસ્યા એવી પણ હતી કે 2 ડૉક્ટરના આંકડાને તેમાં સામેલ નહોતા કરવામાં આવ્યો. એકનું કહેવું હતું કે, અમારા ત્રાજવા બરાબર અડજસ્ટ નહોતા થયા અને અમારા કામને લઈને બહારના લોકો પણ વિરોધ કરી રહ્યા હતા. તો બીજાનું કહેવું હતું કે, આ તપાસ સચોટ નહોતી. એક દર્દીનું મોત તો ત્રાજવા પર સુવડાવતાની સાથે જ થઈ ગયું હતું. જ્યારે તેનું મોત થયું તો ત્રાજવું અડજસ્ટ નહોતું થયું. એવામાં આ પ્રયોગનું પરિણામ ચાર દર્દીઓ પર આધારિત હતું. જેમાંથી 3 મામલામાં મોત બાદ શરીરનું વજન અચાનક ઓછું થયું અને પછી વધી ગયું. ચોથા મામલામાં શરીરનું વજન પહેલા ઓછું થયું પછી વધ્યુ અને ફરી ઓછું થઈ ગયું. શોધ સાથે જોડાયેલો એક મુદ્દો એ પણ હતો કે આ ટીમ મોતનો ચોક્કસ સમય નહોતી જણાવી શકી.

આ શોધને લઈને જે ચર્ચા થઈ, તેમાં લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા. ધર્મ પર વિશ્વાસ કરતા અમેરિકાના કેટલાક અખબારોએ કહ્યું કે, તેના પરિણામોને નકારી ન શકાય અને આ શોધ એ વાતનો પુરાવો છે કે આત્મા છે. જો કે, ખુદ ડૉ. ડંકનનું કહેવું છે કે તેઓ એ વાતને લઈને આશ્વસ્ત નથી કે તેમની શોધથી કોઈ વાત સાબિત થઈ છે. તેમનું કહેવું હતું કે તેમની શોધ માત્ર પ્રારંભિક તપાસ છે અને આ મામલે વધુ શોધની જરૂર છે. વૈજ્ઞાનિક જૂથ તેમની શોધના પરિણામોને માનવાની ના પાડી દીધી હતી પરંતુ તેમના પરિણામોને માનવાની પણ ના પાડી દીધી. પરંતુ ડૉ. ડંકને જે 6 લોકો પર શોધ કરી તેમાં સૌથી પહેલા શરીરમાં થયેલો ફેરફાર આજે પણ ચર્ચાનો વિષય છે. આ શોધના આધાર પર આજે પણ અનેક લોકો કહે છે કે આત્માનું વજન 21 ગ્રામ હોય છે. આ ડૉ. ડંકનના રહેલા સબ્જેક્ટના શરીરમાં મોત બાદ આવેલો ફેરફાર હતો.

You cannot copy content of this page