Only Gujarat

International

આ વાઈરસ અન્ય કરતાં વધુ સ્થિર, ઈટાલી-બ્રિટનમાં કેર વર્તાવી ચૂક્યો છે કોરોનાનો આ પ્રકાર

ન્યૂયોર્ક: કોવિડ-19ના એક મ્યૂટેશન સ્ટ્રેન અંગે નવો ખુલાસો થયો છે કે તે અન્ય કોરોના વાઈરસ પ્રકાર કરતા 10 ગણું વધુ જોખમી છે. અમેરિકાના સ્ક્રિપ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસથી અત્યારસુધી વિશ્લનાં 77.6 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

ડેઈલી મેલની રિપોર્ટ અનુસાર, સ્ક્રિપ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસમાં એવા સંકેત મળ્યા છે કે, અમેરિકા, બ્રિટન અને ઈટાલીમાં કોરોના વાઈરસનું એવું મ્યૂટેશન જોવા મળ્યું છે કે, જે વુહાનમાં ફેલાયેલા કોરોના વાઈરસથી 10 ગણું વધારે જોખમી અને સંક્રામક છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોનાનું આ મ્યૂટેશન સ્ટ્રેન ઝડપથી શરીરના રિસેપ્ટર્સ પર અટેક કરે છે. કોરોના વાઈરસ (SARS-CoV-2)ના આ વર્ઝનને D614Gનામ આપવામાં આવ્યું. આ સ્ટ્રેનમાં અન્ય વાઈરસની સરખામણીએ 4થી 5 ગણું વધુ ‘સ્પાઈક્સ પ્રોટીન’ હોય છે.

અભ્યાસ અનુસાર, કોરોના વાઈરસનું D614G પ્રકાર 10 ગણું જોખમી હોવાની સાથે સ્થિર પણ છે. ઉલ્લેખનીય છે કે, ઘણા દેશના વૈજ્ઞાનિકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, કોરોના વાઈરસ અમુક દેશ અને શહેરોમાં વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે, જ્યારે અમુક શહેર અને દેશમાં ઘણો ઓછો કે નહિવત્.

આ અગાઉ પણ અમુક રિસર્ચમાં આ સામે આવ્યું હતું કે D614G સ્ટ્રેન ઈટાલી, બ્રિટન અને ન્યૂયોર્ક શહેરમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. આ સ્થળોએ જ કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 

You cannot copy content of this page