Only Gujarat

Sports

42 દિવસ આઈસીયુ, 29 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં બાદ હોસ્પિટલે પકડાવ્યું બિલ

ન્યૂયોર્ક: કોરોના વાઈરસથી સંક્રમિત થનાર એક વ્યક્તિને હોસ્પિટલે અંદાજે 8.35 કરોડ રૂપિયાનું બિલ પકડાવ્યું. અમેરિકાના સિએટલમાં રહેતા માઈકલ ફ્લોરને બીમાર થયા બાદ 62 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. વૉશિંગ્ટનના ઈસ્સાક્વાહના સ્વીડિશ મેડિકલ સેન્ટરમાં 70 વર્ષીય માઈકલ ફ્લોરની સારવાર ચાલી રહી હતી. લાંબા સમય સુધી બીમાર રહ્યાં બાદ તેના સ્વસ્થ થવાને ચમત્કાર તરીકે જોવામાં આવી રહ્યો હતો.

માઈકલ4 માર્ચના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. 6 મેના તેને હોસ્પિટલમાંથી રજા મળી. હોસ્પિટલમાંથી નીકળતા સમયે તેને લાગ્યું કે- તેની તમામ સમસ્યાઓનો અંત આવ્યો, પરંતુ તેને એ વાતનો જરાય અંદાજ નહોતો કે તેની સામે એક નવું સંકટ આવી રહ્યું છે. માઈકલને હોસ્પિટલે 181 પેજનું બિલ મોકલ્યું. જેમાં હોસ્પિટલે 8.35 કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું.સિએટલ ટાઈમ્સના મતે માઈકલ બિલ જોઈ ચોંક્યો હતો. બિલમાં 25 ટકા જેટલી રકમનો ખર્ચ દવાનો હતો.

માઈકલ 42 દિવસ આઈસીયુમાં રહેતા 3.1 કરોડનો ચાર્જ લાગ્યો, 29 દિવસ વેન્ટિલેટર પર રહેતા તેનો અલગ ચાર્જ 62 લાખ રૂપિયા થયો. રિપોર્ટ અનુસાર, સારવાર દરમિયાન 2 દિવસ એવા હતા કે જ્યારે માઈકલનું હૃદય, કિડની અને ફેફસાંએ કામ કરવાનું ઓછું કરી દીધું હતું, આ સમયે ડૉક્ટરોએ તેને જીવીત રાખવા 2 દિવસ સુધી ઘણી મહેનત કરી જેના માટે 76 લાખ રૂપિયા ચાર્જ બિલમાં એડ કરવામાં આવ્યો.

માઈકલ પાસે વીમો છે, જેના કારણે અમેરિકાના વિશેષ નાણાંકીય નિયમો હેઠળ તેનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે. અમુક મહિના અગાઉ અમેરિકન સંસદે કોરોનાની સારવારના ખર્ચ સંબંધિત વિશેષ નિયમ બનાવ્યા હતા.

You cannot copy content of this page