Only Gujarat

National

પિતાને અંદર છુપાયો હતો હેવાન, પ્રેગ્નેન્ટ દીકરીની સચ્ચાઈ સાંભળીને પોલીસ પણ હચમચી ઉઠી

કાનપુર: પત્નીથી દૂર રહેતા પિતાએ લોકડાઉનમાં તેમની જ દીકરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતા. દીકરી ગર્ભવતી થતાં તેનું અબોર્શન કરાવી દીધુ આટલું નહીં ગર્ભપાત બાદ ફરી શારીરિક સંબંધ બાંધવા લાગ્યો. પિતાની આવી હરકતથી પરેશાન દીકરી પિતા વિરૂદ્ધ ફરિચાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ. પિતા -પુત્રીના સંબંધોને તાર-તાર કરતી કહાણી સંભાળી તો પિતા પણ દંગ રહી ગયા. હાલ પોલીસે પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.

શહેરના સચેંડી પોલીસ વિસ્તારના સત્તાપુરવામાં રહેતી આ શખ્સને દારૂનું વ્યસન છે. આ વ્યસનથી કંટાળીને પત્ની ભાડાનું મકાન રાખીને બે દીકરી અને એક દીકરા સાથે અલગ રહેતી હતી. જો કે બીજી એક દીકરી પિતા સાથે જ રહેતી હતી. દીકરીએ જણાવ્યું કે, જ્યારથી લોકડાઉન થયું છે. પિતા જબરદસ્તી રોજ શારીરિક સંબંધ બાંધે છે અને ગર્ભવતી થયા બાદ ગર્ભપાતની દવા આપે છે.

પિતાની આ તમામ હરકતથી કંટાળીને આખરે દીકરીએ પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી. ફરિયાગ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પિતા પુત્રીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લાવી હતી દીકરી સાથે થયેલા દુષ્કર્મની વાત સાંભળીને તેમની માતા પણ પોલીસ સ્ટેશન પહોંયી હતી. પોલીસે દીકરીના નિવેદન આધારે ફરિયાદ નોંધીને પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી પિતા ખુદ નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે. પોલીસે પીડિતાના નિવેદન આધારે પોકસો, દુષ્કર્મ તેમજ ગર્ભપાતની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. પીડિચાને મેડિકલ તપાસ બાદ કેસની આગળની કાર્યવાહી થશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

You cannot copy content of this page