Only Gujarat

International

કોઇ પ્રોટેકશન વિના દીકરીએ બાંધ્યા હતા સંબંધ, હવે માતાએ લીધો આ નિર્ણય

લોકડાઉનમાં બ્રિટનની સૌથી મોટી ફેમિલિ ખૂબ જ ચર્ચામાં રહી. જ્યારે થોડા મહિના લોકડાઉનમાં 2થી3 બાળકોના માતા પિતા કંટાળી ગયા હતા.તો આ ફેમિલિ વિશે વિચારો. જેને એક નહીં. બે નહીં. પરંતુ 22 બાળકો છે. બ્રિટનની સૌથી મોટી ફેમિલિથી ફેમસ રેડફોર્ડ ફેમિલીની સૌથી નાની દીકરીનો એપ્રિલમાં જન્મ થયો. આ બાળકોની માતા સૂએ અત્યાર સુધીમાં 22 બાળકોને જન્મ આપ્યો છે. પરંતુ હવે તેમણે આ મુદ્દે પૂર્ણવિરામ મૂકવાનું મન બનાવી લીધું છે. પરંતુ રેડફોર્ડ઼ ફેમિલિમાં જાણે પ્રેગ્નન્સીનો સિલસિલો થંભતો નથી. હવે સૂઈની સૌથી મોટી દીકરી પ્રેગ્નન્ટ છે. સૂઈની સૌથી મોટી દીકરી 18 વર્ષની છે. જે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે, મીલીએ તેમની બેબીની નર્સરીની કેટલીક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સૂઇની મોટી દીકરીને જ્યારે જાણ થઇ કે તે પ્રેગ્નન્ટ છે તો તેમણે તેમની પ્રેગ્નન્સીની વાત છુપાવી હતી. જ્યારે એપ્રિલમાં સૂઇએ તેની અંતિમ 22મા સંતાનને જન્મ આપ્યો. તેના થોડા દિવસ બાદ મીલી પ્રેગ્નન્ટ થઇ ગઇ હતી.

મીલીએ તેમની દીકરી માટે તૈયાર કરેલા રમકડાં. કપડાની કેટલીક તસવીર શેર કરી છે. તેમણે તેમની બેબીનું નામ હોની રાખવાનુ નક્કી કર્યુ છે. મીલીએ અપરિણીત છે. તેમના પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યા છે. બંનેએ 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યું. ત્યારબાદ મીલી પ્રેગ્નન્ટ થઇ તો પ્રેમીએ બ્રેકઅપ કરી નાખ્યું.

મીલીએ પ્રેગ્નન્સી વિશે જણાવ્યું કે, તેમણે કોઇ પ્રોટેકશન લીધા વિના સંબંધ બાંધ્યાં હતા. તેમણે જણાવ્યું કે. આવું વિચાર્યું ન હતું કે, એક વખતમાં જ પ્રેગ્નન્સી રહી જશે. રેડફોર્ડ બ્રિટનનો સૌથી મોટો પરિવાર છે. આ પરિવારના 24 સભ્યો એક જ છત નીચે એક ઘરમાં સાથે રહે છે.

આ પરિવારનો સૌથી મોટો દીકરો 31 વર્ષનો છે. સૂઈ જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેમને પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. મીલીએ જણાવ્યું કે, જ્યારે પ્રેગ્નન્સીની જાણ થઇ તો ખૂબ જ ડરી ગઇ હતી. આ વાત મોમને કેમ જણાવવું તે સમજાતું ન હતું પ્રેગ્નન્સીના 2થી3 અઠવાડિયા બાદ તેમણે નક્કી કરી લીધું કે તે આ બાળકને જન્મ આપશે અને મક્કમ મને માને પણ વાત જણાવી દીધી.

22 બાળકોની માતા સૂઇ હવે નાની બનવા જઇ રહી છે. જો કે હવે તેમણે બાળકો પેદા કરવા પર પુરી રીતે બ્રેક લગાવી દીધી છે. જો કે હવે તે નાની બનવા જઇ રહી છે ત્યારે ખૂબ જ એક્સાઇટેડ છે.

 

You cannot copy content of this page