Only Gujarat

FEATURED International

ટેરવા જેવડો દેશ છે, કોરોનાવાઈરસમાં મોતના મામલે ચીન કરતાં પણ નીકળ્યો આગળ

એમ્સ્ટરડેમઃ કોરોના રોગચાળો (COVID-19) ને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 2 લાખ 27 હજારથી વધુ મોત થયાં છે. જે ચીનમાંથી કોરોનાવાઈરસનો કહેર શરૂ થયો, ત્યાં જેટલા મોત થયા, તેનાંથી વધારે મોત ચીનથી લગભગ 100 ગણી ઓછી વસ્તીવાળા નાનકડા દેશમાં થઈ ચૂક્યા છે.

યુરોપિયન દેશ નેધરલેન્ડમાં, ભારતીય સમય મુજબ, 30 એપ્રિલ સવારે 9 વાગ્યાથી 56 મિનિટ સુધીમાં 4,711 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ચીનમાં કોરોનાવાઈરસનો કહેર શરૂ થયો, ત્યાં 4,633 લોકોનાં મોત થયા છે.

નેધરલેન્ડનું ક્ષેત્રફળ 41,865 ચોરસ કિલોમીટર છે જ્યારે ચીનનું ક્ષેત્રફળ 95,96,961 ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ નેધરલેન્ડ્સ ચીન કરતા 229 ગણો નાનો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ છે. નેધરલેન્ડ્સનું એક શહેર, હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ છે, જ્યાં વિશ્વના વિવાદિત કેસોનો નિકાલ થાય છે.

તો,વસ્તીની દ્રષ્ટિએ, નેધરલેન્ડની વસ્તી ચીન કરતા ઘણી ઓછી છે. નેધરલેન્ડમાં 2019ની વસ્તી ગણતરી પ્રમાણે, ત્યાંની વસ્તી લગભગ 1 કરોડ 74 લાખની છે, જ્યારે ચીનની વર્ષ 2018ની અંદાજિત વસ્તી અનુસાર એક અબજ અને બેતાળીસ કરોડથી વધુ છે. નેધરલેન્ડની વસ્તી ચીન કરતા લગભગ 100 ગણી ઓછી છે.

17મી થી 20મી સદી સુધી વિશ્વના ઘણા દેશોમાં નેધરલેન્ડ્સ દ્વારા શાસન હતું. ત્યારથી તે હોલેન્ડ તરીકે ઓળખાતો હતો, જેના રહેવાસીઓને ડચ કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ, હોલેન્ડની કંપની પણ શક્તિશાળી હતી, જેનું એક સમયે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર એકતરફી શાસન હતું.

યુરોપિયન દેશ બેલ્જિયમમાં પણ કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 7,501 લોકોનાં મોત નોંધાયા છે. અહીં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 47,859 પર પહોંચી ગઈ છે. આ દેશ ચીન કરતા 312 ગણો નાનો છે. અને તે પણ ક્યારેય હોલેન્ડ દેશનો જ ભાગ રહ્યો છે.

નેધરલેન્ડમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા ચીન કરતા વધારે છે, દુનિયા એવા 10 દેશો છે, જ્યાં ચીન કરતાં વધુ મોત થયા છે.

તેમાં સૌથી વધુ મોત અમેરિકામાં 61,669 થયા છે. તે પછી ઇટાલી (27,682), યુકે (26,097), સ્પેન (24,275), ફ્રાંસ (24,087), બેલ્જિયમ (7,501), જર્મની (6,467), ઈરાન (5,957), બ્રાઝિલ (5,513) અને નેધરલેન્ડ (4,711) છે. ચીનમાં કોરોનાવાઈરસને લીધે અત્યાર સુધીમાં 4,633 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાવાઈરસને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 239 લોકોનાં મોત નીપજ્યાં છે અને કોરોના ચેપની સંખ્યા 32 લાખ 20 હજાર 830 ની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન 10 લાખ 983 દર્દીઓ સાજા પણ થયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page