Only Gujarat

FEATURED National

એક નાની અમથી ભૂલે સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો, અરેરાટીભર્યો બનાવ

મુંબઈ: એક નાની અમથી ભૂલે સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો, રસ્તાની સાઇડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાઇ અને તેમા સવાર પતિ-પત્ની અને તેના બંને બાળકોનું દર્દનાક મૃત્યુ થઇ ગયું. ઘટના એટલી ખતરનાક હતી કે બાળકો કારની બોડીમાં ખરાબ રીતે ફંસાઇને તડપી તડપી મરી ગયા. મૃતદેહો બહાર કાઢવામાં કલાકોનો સમય લાગ્યો. કારના ચારેય ટાયરમાંથી હવા બહાર કાઢી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. તો ઘટના જોનારના મોઢામાંથી અરેરાટી વ્યાપી ગઇ. કારનો આગળનો ભાગ પડીકું વળી ગયું. આ દુર્ઘટના મંગળવારની સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ મોગા-લુધિયાના હાઇવે પર બની. દુઃખની વાત એ છે કે પરિવાર પોતાના ઘરથી માત્ર 10 કિમી દૂર પહોંચતા જ દુનિયા છોડી દીધી.

દુર્ઘટનામાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં લુબ્રિકન્ટના વેપારી 47 વર્ષિય રાજીવ કુમાર મિત્તલ પોતાની પત્ની મંજુખ પુત્રી સુનિધિ અને પુત્ર શુભમ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનું કહેવું છે કે રાજીવ કુમારને શુક્રવારે દિલ્હીમાં એક મીટિંગમાં હાજર રહેવાનું હતું. તેઓ ગુરુવાર રાતે પોતાની કોઇ પરીચિતની બલેનો કાર લઇને પરિવાર સાથે દિલ્હી માટે નિકળ્યા હતા. શુક્રવારે તેઓએ દિલ્હીમાં મીટિંગ અટેન્ડ કરવાની હતી.

દિલ્હીમાં મીટિંગ અટેન્ડ કર્યા બાદ આખો પરિવાર ગોવા ફરવા ગયો હતો. ત્યાંથી પરત ફરી તેઓ સોમવારે ફરી દિલ્હીમાં રોકાયા અને ત્યારબાદ મંગળવારે મોગા માટે રવાના થયા હતા.

પરિવારની કાર પોતાના ઘરથી માત્ર 10 કિમી દૂર રસ્તાની સાઇડમાં ઉભેલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઇ. ઘટના એટલી ગંભીર હતી કે કારના આગળના ભાગનું પડીકું વળી ગયું.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને સમાજ સેવા સોસાયટીના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઘટના બાદ પરિવારના સંબંધીઓમાં માતમનું વાતાવરણ સર્જાયું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page