Only Gujarat

FEATURED National

બંગાળમાં અડધી રાત્રે ઠેકાણે પાડવામાં આવી રહી છે લાશો, વીડિયો વાયરલ થતાં જ ભડક્યું ભાજપ

કોલકાતાઃ બંગાળમાં કોરોનાવાઈરસને લઈને જોરદાર રાજકાર ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરતાં આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં કોરોનાથી માર્યા ગયેલાં વધુ એક શખ્સની લાશના રાતનાં અંધારામાં ચોરી-છુપી રીતે અંતિમ સંસ્કાર કરવાનાં પ્રયાસો કરાઈ રહ્યા છે અને તે માની શકાય તેમ નથી.

રાજ્યના ભાજપના એકમે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આ માની શકાય તેમ નથી! વધુ એક કોરોના પોઝિટિવ ડેડ બોડીનો અડધી રાત્રે નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વખતે બેરેકપુરમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો! મમતા બેનર્જી પ્રશાસન શા માટે આવા ગુપ્ત ઉપાયોનો સહારો લઈ રહી છે? શું કંઈ પણ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?’

બીજીબાજુ,પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોરોનાવાઈરસને લઈને જુદા જુદા ડેટા જાહેર કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં કોરોનાથી અત્યાર સુધીમાં 105 લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, તેમાંથી 33 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીના 72 કોરોના પીડિતોના મોત અન્ય કોઈ બીમારીને કારણે થયા છે.

કોરોનાવાઈરસને લઈને કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ વચ્ચે પહેલેથી જ તણાવની સ્થિતિ છે. રાજ્યની મમતા બેનર્જી સરકાર પર કેન્દ્ર દ્વારા મોકલેલી સેન્ટ્રલ મેડિકલ ટીમને સહયોગ ના આપવાનો આરોપ મૂકાયો હતો.

બાદમાં, મમતા સરકારે રાજ્યમાં મોકલવામાં આવેલી ઝડપી પરીક્ષણ કીટ અંગે પ્રશ્નો ઉભા કર્યા અને તેમને પરત કર્યા. જો કે, બાદમાં કેન્દ્ર દ્વારા ઝડપી પરીક્ષણ કીટનો ઉપયોગ ન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

CM મમતાનાં BJP પર પ્રહાર- બુધવારે (29 એપ્રિલ) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ‘કેટલાક લોકો અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે દર્દીઓ માટે કોઈ પલંગ નથી. આ સાચું નથી. એકલા કોલકાતામાં 790 બેડ છે. અમારી પાસે કુલ 14 લેબ્સ છે. ભાજપ રાજકારણ કરી રહ્યું છે. પરંતુ રાજકારણ કરવાનો આ સમય નથી. સ્વચ્છ ભારતના તમારા નેતાઓ ક્યાં છે? નકલી સમાચાર ફેલાવવાને બદલે બહાર આવીને રસ્તાઓ સાફ કરો.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હાવડા હિંસાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, હાવડામાં જે ઘટના બની હતી, તેવું ના બનવું જોઈએ. આ ખોટું હતું. ભાજપ હાવડામાં થયેલી એક નાની ઘટનાને મોટી બનાવી રહી છે. તેઓ આખા ભારતમાં બંગાળને બદનામ કરી રહ્યા છે.

હાવડાના ટિકિયાપારમાં ખાતે મંગળવારે (28 એપ્રિલ) સાંજે પોલીસે ટોળા પર હુમલો કર્યો હતો. પોલીસ લોકડાઉન દરમિયાન લોકોને તેમના ઘરોની અંદર રહેવાની અપીલ કરી રહી હતી.

બીજેપી સાંસદનું પ્રદર્શનઃ આ પહેલાં બંગાળની બલૂરઘાટ લોકસભા સીટમાંથી ભાજપનાં સાસંદ સુકંતા મજૂમદાર મંગળવારે દિનાજપુરમાં ધરણા પર બેઠા હતા. રસપ્રદ વાત તો એ છેકે, સાંસદ રસ્તાની વચ્ચે ઝોળી ફેલાવી બેસી ગયા. સાંસદ સુકંતાનો આરોપ છેકે, તેઓ જ્યારે પણ સંસદીય ક્ષેત્રમાં જાય છે તો તેમને દરેક જગ્યાએ રોકવામાં આવે છે. સાંસદ સકુંતાએ આરોપ લગાવ્યો છેકે, પોલી, દ્વારા સાંસદોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, કોરોના મહામારીની વચ્ચે પોલીસ તેમને પોતાના ક્ષેત્રોમાં જઈને સેવા કરવાની તક આપી રહી નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page