Only Gujarat

National

પિતા-પુત્રે દહેજમાં પૈસા અને કાર લેવાની ના પાડતાં દંગ રહી ગયા મહેમાનો, જાણો પછી શું થયું?

જયપુર: દહેજ ન મળવાના કારણે છેલ્લી ઘડીએ લગ્ન તોડવા કે લગ્ન પછી પરિણીતાના જીવ લેવાના પણ અનેક કિસ્સાઓ અવારનવાર બંને છે. ત્યારે રાજસ્થાનમાં એક કલેક્ટરે દહેજને લઈને માનવતાની એવી મિસાલ રજૂ કરી છે કે જેના બધા વખાણ કરી રહ્યા છે. કલેક્ટરે પોતાના પુત્રની સગાઈમાં લાખો રૂપિયા અને લક્ઝુરિયર્સ કારની ઓફર ઠુકરાવી દીધી હતી અને ફક્ત શુકનના 101 રૂપિયા લઈને સગાઈની વિધિ પૂરી કરી હતી. આવા સારા વિચારવાળું સાસરીયું મેળવીને દુલ્હન સહિત તેના પિતાની આંખો ભરાઈ આવી હતી.

રાજસ્થાનના એસડીએમ અધિકારી રામસુખ ગુર્જરના એન્જિનિયર પુત્ર મંયકની સગાઈ સુરતના મોટા વેપારી પ્રકાશ અબાનાની પુત્રી મુક્તા સાથે 7 ફેબ્રુઆરીએ અજમેરમાં યોજાઈ હતી. દુલ્હનના પિતા પ્રકાશ અબાનાએ સગાઈ સમારોહમાં પોતાની હેસિયત મુજબ 11 લાખ રૂપિયા રોકાડા રાખ્યા હતા અને 25 લાખની કારનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ રામસુખ ગુર્જરે દીકરીના લગ્નમાં દહેજ લેવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. શુકન તરીકે માત્ર 101 રૂપિયાનો સ્વીકાર કર્યો હતો .

પહેલાં તો પિતા-પુત્રએ જ્યારે રોકાડા પૈસા અને કાર લેવાની ના પાડી તો છોકરીવાળા અને સગાઈમાં આવેલા મહેમાનો દંગ રહી ગયા હતા. પણ પછી સચ્ચાઈની ખબર પડી તો તમામ લોકોએ તેમના આ પગલાંના વખાણ કર્યા હતા. વરરાજા અને તેના પિતાના આ નિર્ણયથી દુલ્હનના પિતા સહિત અન્ય પરિવારજનોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

સગાઈ સમારોહમાં આવેલા તમામ લોકોએ વરરાજા અને તેના પિતાના ખૂબ વખાણ કર્યા હતા.

સગાઈમાં હજાર બધા લોકો દીલથી એક વાત કહી રહ્યા હતા કે- ‘‘જો તમારા જેવું બધા લોકો વિચારવા લાગે તો દહેજ જેવું દૂષણ આપણા દેશમાંથી નીકળી જાય અને કેટલીય દીકરીઓની જિંદગી બચી જાય.’’

વરરાજા એન્જિનિયર છે તો દુલ્હન એમકોમ, બીએડ છે. મંયર અને મુક્તા સુરતમાં સાત ફેરા લઈને પતિ-પત્ની બની જશે.

You cannot copy content of this page