Only Gujarat

National

7 મહીનાના પુત્રને તેડીને દુલ્હા-દુલ્હને પૂરી કરી લગ્નની વિધિ, ચર્ચાનો વિષય બન્યા અનાખા લગ્ન

ભોપાલ: તમે ઘણા એવા લગ્ન જોયા હશે, જેની લોકો અવારનવાર ચર્ચા કરતા રહે છે. આજે અમે તમને મધ્યપ્રદેશના એક અનોખા લગ્ન વિશે જણાવી રહ્યા છીએ, જે વાંચીને તમે ચકિત રહી જશો. આ લગ્નની અનોખી વાત એ છે કે દુલ્હા-દુલ્હને પોતાના 7 મહીનાના બાળક તેડીને લઈને ફેરા ફર્યા હતા. આ અનોખા લગ્ન આખા મધ્યપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના કુમ્હાર ટોલા ગામમાં શનિવારે યોજાયા હતા. જ્યાં વરરાજા કરન અહિરવાર અને દુલ્હન નેહા કશ્યપે પોતાના 7 મહીનાના દીકરા શિવાંશની હાજરીમાં લગ્નની તમામ વિધિ પૂરી કરી હતી. જે જોઈને બધા દંગ રહી ગયા હતા. બધા એવું જ કહેતા હતા કે આજ સુધી આવા લગ્ન નથી જોયા.

સૂત્રોના જણાવ્યા મુજબ છતરપુરના રહેવાશી પપ્પુ અહિરવારનો પુત્ર કરન દિલ્હીમાં રહેતો હતો. 6 વર્ષ પહેલાં પોતાના ગામમાં ઘરની સામે રહેતી નેહા કશ્યપ નામની છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પણ અલગ જાતિના હોવાના કારણે છોકરીના ઘરવાળા લગ્ન માટે તૈયાર થયા નહોતા.

પછી બંનએ 17 જાન્યુઆરી, 2018એ ઘરેથી ભાગી ગયા હતા. બંનેએ દિલ્હીમાં આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. બે વર્ષ પછી જુન 2019માં તેમને પુત્ર થયો, જે આજે 7 મહીનાનો થઈ ગયો છે.

કરન અને નેહાના ઘરે દીકરો આવ્યાની વાત જ્યારે બંનેના પરિવારજનોને ખબર પડી તો તેમણે બંનેને ગામમાં બોલાવ્યા. અને પછી પૂરા રીત રિવાજ મુજબ લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. આ માટે કાર્ડ પણ છપાવવામાં આવ્યા હતા અને સમાજના તમામ સંબંધીઓને લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા. પછી આ અનોખા લગ્ન યોજાયા હતા.

You cannot copy content of this page