Only Gujarat

FEATURED Religion

સાપ્તાહિક રાશિફળઃ કેવું રહેશે આ અઠવાડિયું, આ રાશિઓને જશે આર્થિક નુકસાન

અમદાવાદઃ આ અઠવાડિયું એટલે કે 10થી 16 ફેબ્રુઆરી,2020 સુધીનો સમય તમારો કેવો હશે, તે જ્યોતિષ પાસેથી જાણીએ. આ અઠવાડિયા તમારા ગ્રહ શું કહે છે? કેવું હશે આર્થિક, પારિવારિક, નોકરી વેપાર અને પ્રેમ તથા લગ્નજીવન?

મેષઃ આ અઠવાડિયું કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડો તમારો શાંત સ્વભાવ તથા ધીર વ્યક્તિત્વ મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવામાં તમારી મદદ કરશે. તમારું દરેક કામ તીવ્રતાથી થશે. પ્રેમસંબંધો માટે આ સમય ઘણો જ ઉત્તમ છે અને કોઈ પણ ખાસ વ્યક્તિને મળવાના ચાન્સ છે. જોકે, એ વાતનું ધ્યાન રાખવું કે તમારો આ સંબંધ કાર્યસ્થળ પર ના હોય નહીંતર આ આકર્ષમ તમને કામમાં અડચણ રૂપ બનશે.

વૃષભઃ તમાો ઉત્સાહ તથા સકારાત્મક વ્યક્તિત્વ આ વખતે તમને ફાયદો કરાવશે. સામાજિક ઉત્સવો તથા પાર્ટીમાં તમે સેન્ટર ઓફ એટ્રેક્શન બનશો અને તમારા જાદૂથી બચવું અન્ય લોકો માટે સહેલું નહીં હોય. કરિયરની દૃષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે અનેક સકારાત્મક અનુભવ લઈને આવશે. કાર્યસ્થળ પર પ્રમોશનના પ્રબળ ચાન્સ છે અને તમારી મહેનત તથા પ્રયાસો માટે તમારી પ્રશંસા થશે, તે નક્કી છે.


મિથુનઃ વ્યક્તિગત તથા વ્યવસાયિકની રીતે આ અઠવાડિયું તમારા માટે સંતુષ્ટિદાયક રહેશે. તમે તમારી ઉપલબ્ધિઓને લઈ ઘણાં જ ઉત્સાહી રહેશો. તમને સારી વ્યવસાયિક તક મળે તો તેના પર ધ્યાન આપવાનો આ યોગ્ય અને લાભદાયી સમય છે. આ અઠવાડિયે તમારા ખર્ચામાં થઈ રહેલી વૃદ્ધિ પર ધ્યાન આપવાની જરૂર છે. ખોટા ખર્ચ ના કરો. સ્વાસ્થ્યને લઈ સજાગ રહો.

કર્કઃ આ અઠવાડિયે તમે આશા રાખી શકો છે કે ચંદ્રમાના સુપ્રભાવને કારણે તમારા જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે. કાર્ય સંબંધિત કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં તમારો વિચાર પૂછવામાં આવશે અને તેના પર અમલ પણ થશે. આ અઠવાડિયા વધુ ખર્ચાઓ થાય તેમ લાગે છે. આ ખર્ચાઓ ઘરની સાજ-સજાવટ અને ફર્નીચર પર થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઈ ચિંતિત થાવ તેવી શક્યતા છે.

સિંહઃ પરિવારમાંથી કોઈને પણ એવું વચન ના આપો જેને તમે સમયસર પૂરું ના કરી શકો. તેની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. વૈકલ્પિક રીતે આ અઠવાડિયું નવી શરૂઆત તથા નવી સ્વીકૃતિની તક પ્રદાન કરશે. તમારી ઉપરથી એક મોટો બોજ ઓછો થશે. તમારી ભૂલો પર ધ્યાન આપો, તેમાંથી શીખો અને આગામી દિવસો માટે પહેલેથી ઉકેલ તૈયાર રાખો. તમારામાં વધુ આત્મવિશ્વાસ આવશે.


કન્યાઃ આ અઠવાડિયું તમને વ્યવસાયિક સ્તર પર સાવધાન રહેવાની ચેતવણી આપે છે. ગુરુના કુપ્રભાવથી તમે કોઈ સમસ્યામાં ફસાઈ શકો છો. પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે તમારે સંયમથી કામ કરવું. તમને આ સમય દરમિયાન બાળકોની ખુશીઓ મળી શકે છે. આ વાતનું ખાસ ધ્યાન રહે કે તમે બાળકોની ઉપ્લબ્ધિઓના વખાણ કરો અને તેની પ્રશંસા કરો. તમારામાંથી કેટલાંક જાતકો આત્મવિશ્લેષના તબક્કામાંથી પસાર થશે.

તુલાઃ આ અઠવાડિયું તમે આત્મખોજમાં વિલીન રહેશો. તમે પોતાની જાતને વધુ સમય આપવા ઈચ્છશો. આ આત્મમંથનની પ્રક્રિયામાં તમે તમારા દરેક પહેલુને નજીક જાણશો આ સમય તમારા માટે લાભદાયી છે. આ દરમિયાન તમે જે શીખશો, તેની અસર તમારા કરિયર, પારિવારિક તથા સંબંધોમાં સારી પડશે અને તેમાં સુધારો આવશે.


વૃશ્ચિકઃ આ અઠવાડિયું તમારા ઘરમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. તમારા હિતમાં જે નહીં થાય ત્યારે તમે ચીડચીડિયા બની જશો. જોકે, તમે તમારા વિચારો પર ધ્યાન આપશો, તો આવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. રોમેન્ટિક સ્તર પર પણ આ અઠવાડિયું સારુ રહેશે અને બંને વચ્ચેની ગેરસમજણ દૂર થશે.

ધનઃ આ અઠવાડિયું તમારા જીવનમાં અનેક પરિવર્તન લાવશે. આ સમયે કેટલાંક મહત્વના નિર્ણયો લેવા પડે. પરિવર્તન નોકરી સંબંધિત અથવા નવા ઘરને લઈ હોઈ શકે છે. સ્વાભાવિક છે કે તમારા ખર્ચમાં વધારો થશે.

મકરઃ આ અઠવાડિયુ તમે તમારા જીવનમાં આવેલી સમસ્યાને ચપટીમાં ઉકેલી નાખશો. આ સાથે જ તમને અનેક ઉત્સાહી તથા રોચક પરિવર્તન જોવા મળે. જો તમે એકલા છો તો કોઈની સાથે તમારા વિચારો મળતા આવશે. કોઈ ખાસ તમારા જીવનમાં આવશે. પ્રેમજીવનમાં સફળતાના યોગ છે.

કુંભઃ આ અઠવાડિયું કઓઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે લાભદાયી છે. લાંબા સમયથી અટકાયેલા કામો પૂરા થશે. આ સમય દરમિયાન અનેક સારા વિચારોની સાથે એનર્જી તથા યોગ્ય ઓળખાણનો ઉપયોગ કરીને કોર્ટ-કચેરીના કાર્ય ઝડપથી કરાવી શકશો. તમારા તમામ દસ્તાવેજો તૈયાર રાખો. આ અઠવાડિયે કોઈ અડચણ આવશે નહીં.

મીનઃ આ અઠવાડિયુ સામાન્ય નથી. તમારા જીવનસાથીની તબિયત તમારી ચિંતાનું કારણ બની શકે છે અને તેમને ડોક્ટરી દેખરેખની વધુ જરૂર પડી શકે છે. યોગ્ય સમય પર તમારી સહાયતા મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે પ્રેમસંબંધમાં ઝઘડા થાય તેવી શક્યતા છે. પ્રિયજન સાથે સારો વ્યવહાર કરો. હૃદય સંબંધિત બીમારી મુશ્કેલીમાં મૂકી શકે છે. નોકરિયાત માટે આ સમય મુશ્કેલભર્યો છે. વ્યવસાયિક લોકોને આર્થિક નુકસાન જશે. ખોટા આડંબરને પોતાની શાન ના બનાવો. લાઈફપાર્ટનરનું ધ્યાન રાખો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page