Only Gujarat

Bollywood

નોર્થ ઈન્ડિયાના ક્રિકેટરને ડેટ કરી રહી છે અભિનેત્રી અનુષ્કા, ટૂંક સમયમાં કરશે લગ્ન

મુંબઇઃ સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. અગાઉ તેનું નામ પ્રભાસ સાથે જોડાયું હતું. ત્યારબાદ 2019માં કોફી વિથ કરણમાં પ્રભાસે અનુષ્કા શેટ્ટી સાથે અફેર પર ફુલસ્ટોપ મુકી દીધો હતો. હવે એક રિપોર્ટ અનુસાર, અનુષ્કા શેટ્ટીને કોઇ ઇન્ડિયન ક્રિકેટરને ડેટ કરી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ક્રિકેટર સાથે લગ્ન કરવા જઇ રહી છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે તે એક ઇન્ડિયન ક્રિકેટર સાથે રિલેશનશીપમાં છે. જોકે, હજુ સુધી એ ક્રિકેટરના નામનો ખુલાસો થયો નથી. પરંતુ કહેવામા આવે છે કે આ ક્રિકેટર સાઉથ નહી પરંતુ નોર્થ સાથે સંબંધ ધરાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા 2015માં લગ્ન કરવાની હતી પરંતુ પ્રભાસે તેણે લગ્ન રોકાવી દીધા હતા જેના કારણે એક્ટ્રેસના લગ્ન થઇ શક્યા નહોતા.

લગ્ન રોકી દેવા પાછળ પ્રભાસની ઇચ્છા હતી કે તે બાહુબલી શૂટિંગ પર ધ્યાન આપે કારણ કે તે ફિલ્મને લઇને ખૂબ ગંભીર હતો. અનુષ્કા પોતાની આગામી ફિલ્મને લઇને ખૂબ વ્યસ્ત છે. તે આર માધવનની સામે નિશબ્ધમ ફિલ્મમાં જોવા મળશે.

નિશબ્ધમએક સાયલન્ટ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં અનુષ્કા મ્યૂટ આર્ટિસ્ટના રોલમા  છે. ફિલ્મ 22 ફેબ્રુઆરી 2020માં રીલિઝ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page