Only Gujarat

National

બંધારણને સાક્ષી માનીને ખ્રિસ્તી યુવતી સાથે કર્યા લગ્ન, આમ કરવા પાછળનું યુવકે શું આપ્યું કારણ?

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં ઝુમકા નગરીમાં એક વ્યક્તિના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમા હિંદુ યુવકે ખ્રિસ્તી યુવતી સાથે બંધારણની નકલને લઇને લગ્ન કર્યા હતા. મોટી વાત એ છે કે બંન્નેએ બંધારણને સાક્ષી માની લગ્ન કર્યા હતા. વિકાસ વાલ્મીકિના લગ્ન સાત ફેબ્રુઆરીએ બરેલીના મુંશીનગર મોહલ્લામાં રહેતી અનામિકા સાથે થઇ હતી.

વિકાસ લગ્ન કરીને પહોચ્યો તો તેના હાથમાં બંધારણની નકલ હતી.  જ્યારે વિકાસ પત્ની સાથે ઘરે પહોંચ્યો તો તેના હાથમાં બંધારણની નકલ હતી. જોકે, જ્યારે તે ઘર બહાર લોકોને મળવા આવ્યો તો તેણે કહ્યું કે, તમામ વિકાસનો રસ્તો આપણું બંધારણ છે. એટલા માટે અમે બંધારણને સાક્ષી માનતા લગ્ન કર્યા છે.

વિકાસે કહ્યું કે, તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા તે ખ્રિસ્તી છે. અમે ફેરા ફર્યા નથી પણ બાકીની વિધિ કરી છે. માનવતામાં ધર્મ અને જાતિના દાયરા હોવા જોઇએ નહીં. આપણું બંધારણ તમામને સમાનતા શીખવાડે છે.

વિકાસે કહ્યું કે, હજુ પણ સામાજિક કુરીતિઓ છે. જે દૂર થવી જોઇએ. બાબા સાહેબે અખંડ ભારતની કલ્પના કરી હતી જેમાં તમામને સમાન અધિકારની વાત હતી. બંધારણની નકલ સાથે લઇને મે સમાનતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page