Only Gujarat

FEATURED National

કયા માસ્ક સૌથી વધુ સુરક્ષિત છે? આજે જ ઘરમાં ત્રણ લેયરવાળા બનાવો માસ્ક

દુનિયાભરમાં હાલના સમયે માસ્કની ગુણવત્તાને સારા બનાવવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. જેથી તેને લગાવનારા શખ્સ કોરોનાથી તો બચી રહ્યાં છે સાથે જ તેનાથી રાહત પણ મળશે. અમેરિકામાં અનેક વિજ્ઞાનિકોએ તકિયાના કપડાંથી લઇને એક ફિલ્ટરમાં લાગતા હાઇ એફિશિએન્સી પર્ટિકુલેટ એર ફિલ્ટર સુધી માસ્ક માટે તપાસ કરી છે.

આ રિસર્ચમાં જોવા મળ્યું કે અતિ સુક્ષ્મ કણોને રોકવા માટે ક્યું ફેબ્રિક સૌથી વધુ ઉપયોગી રહેશે. હાલમાં જ થયેલી શોધમાં જાણવા મળ્યું કે એચઇપીએ ફિલ્ટર કોરોનાને રોકવા માટે સૌથી સારાં છે. આ શોધમાં ગળામાં પહેરવામાં આવતા સ્ક્રાબ્સ, રુમાલ, કોફી ફિલ્ટર, શિયાળામાં પહેરવામાં આવતા પેજામા વગેરેનું ફેબ્રિક પર પણ અધ્યયન કરવામાં આવ્યું છે.

સ્ક્રાફ્સ અને પેજામા જેવી વસ્તુનું ફેબ્રિક સુક્ષ્મ કણોને રોકી તો શકે છે પરંતુ તેને વધુ સુરક્ષિત ગણવામાં આવ્યું નથી. તેના સ્કોર સૌથી ઓછા આવ્યા છે. એરોસોલ સંબંધી રિસર્ચ માટે ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકેલા મિસૌરી યુનિવર્સિટી ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજીના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડોક્ટર યેંગ વેંગનું કહેવું છે કે તમારે એક એવું ફેબ્રિક જોઇએ જે સુક્ષ્મ કણોને ફિલ્ટર પણ કરે અને માસ્ક લગાવ્યા બાદ સરળતાથી શ્વાસ પણ લઇ શકો.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કેકે અગ્રવાલનું કહેવું છે કે આપણા માટે ત્રણ લેયરવાળા માસ્ક ઉપયુક્ત છે. જેમાં પ્રથમ લેયર બહારથી આવતા પાણી અને બીજા પ્રકારની ચીજોને રોકી શકે. બીજી લેયર બેક્ટેરિયા અને વાયરસને રોકી શકે છે. જ્યારે ત્રીજી લેયર માસ્કમાં મોશ્ચર થવા દેતા નથી.

તજજ્ઞો એન-95ને સારું મેડિકલ માસ્ક ગણે છે. જે 0.3 માઇક્રો સુધીના નાના કણોને 95 ટકા સુધી ફિલ્ટર કરી શકે છે. જ્યારે સાધારણ માસ્ક જે ફેબ્રિકને ડબલ કરી બનાવવામાં આવે છે. તે એવા કણોને 60થી 80 ટકા સુધી ફિલ્ટર કરી શકે છે.

ઘરમાં બનેલા માસ્કમાં ક્વિલ્ટિંગ ફેબ્રિકથી બનેલા માસ્ક સૌથી સુરક્ષિત છે. જે 79 ટકા સુધી સુક્ષ્મ કણોને ફિલ્ટર કરે છે. ક્વિલ્ટિંગ કોટન સામાન્ય કોટનથી થોડા અલગ હોય છે. જેમાં દોરા વધુ હોય છે. કોટનના કપડાને ત્રણ લેયરમાં ફોલ્ડ કરવાને પણ ક્વિલ્ટિંગ કહે છે.

વેક ફોરેક્ટ બેપટિસ્ટ હેલ્થના ડોક્ટર સ્કોટ સીગલે જણાવ્યું કે માસ્કને ચમકદાર રોશનીની સામે રાખીને જોવું. જો માસ્કમાં ફાઇબરમાંથી રોશની છીણીને બહાર આવે તો કપડું સારું છે. જો સિલાઇ સારી હોય તો રોશની આરપાર આવશે નહીં. આ પ્રકારના માસ્ક સુરક્ષિત માનવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page