Only Gujarat

National

બ્યૂટી પાર્લરમાં સજી-ધજી રહી હતી દુલ્હન, પ્રેમીએ લગ્નના દિવસે જ કરી હત્યા

રતલામઃ મધ્ય પ્રદેશના રતલામમાં રવિવારે સવારે 9 વાગ્યા આસપાસ એક બ્યૂટી પાર્લરમાં તૈયાર થઈ રહેલી એક દુલ્હનની હત્યા તેના પ્રેમીએ કરી હતી. પ્રેમિકાની હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી.

શાજાપુરની શાનૂ યાદવના લગ્ન નાગદાના ગૌરવ જૈન સાથે જાવરાની એક હોટલમાં થવાના હતા. તે જ દિવસે બ્યૂટી પાર્લર પહોંચેલી શાનૂને તેના પ્રેમીએ પાર્લરની બહારથી જ ફોન કર્યો હતો. જે પછી તે અચાનક અંદર પ્રવેશ્યો અને એક ધારદાર હથિયાર વડે દુલ્હન શાનૂની ગળુ કાપી હત્યા કરી હતી.

દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ માટે પાર્લરની બહારના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આ હત્યાકાંડના મુખ્ય આરોપી રામ યાદવની પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.

અગાઉ સાથી આરોપી પવન પંચાલની રવિવાર સાંજે જ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, શાનૂના આ બીજા લગ્ન હતા. તેના પ્રથમ લગ્ન ઉજ્જૈનમાં થયા હતા અને પ્રથમ પતિથી છૂટાછેડા લીધા હતા. શાનૂ અને આરોપી રામ વચ્ચે છેલ્લા 4 વર્ષથી સંબંધો હતા.

You cannot copy content of this page