Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સ્ટારમાંથી કોઈ મર્ચન્ટ નેવીમાં તો કોઈ કરે છે બિઝનેસ

મુંબઈઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રક્ષાબંધન દેશાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પણ આ વખતે કોરોનાને લીધે રક્ષાબંધન સહિત અનેક તહેવારો સાદગીથી ઉજવવામાં આવશે. છતાં પણ લોકોમાં તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, સામાન્ય લોકોની જેમ પણ બૉલિવૂડ સ્ટાર પણ દરેક તહેવારને ધામધૂમ પૂર્વક ઉજવે છે. તો ભાઈ-બહેનના પવિત્ર પર્વ નિમિત્તે અમે તમને જણાવીએ બૉલિવૂ઼ડ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રસના ભાઈ વિશે કે, તેઓ શું કરી રહ્યાં છે. ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયકા ચોપરાથી લઈ સારા અલી ખાન અને પરિણીતિ ચોપરાના ભાઈ સુધી દરેક પોત-પોતાની ફિલ્મમાં એક્ટિવ રહે છે અને કૅમેરા ફેસ કરવાનું પસંદ કરતાં નથી.

ઐશ્વર્યા રાયનો ભાઈ આદિત્ય રાય મર્ચેન્ટ નેવીમાં છે. ઉલ્લેખનીય છે કે, આદિત્ય રાય દેશની રક્ષાની સાથે-સાથે ફિલ્મ પ્રોડક્શનમાં પોતાનો હાથ અજમાવી ચૂક્યા છે.

સારા અલી ખાનનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને કૅમેરા ફેસ કરવો જરાપણ પસંદ નથી. ઇબ્રાહિમ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેને ક્રિકેટમાં વધારે રસ છે.

પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ પણ લાઇમલાઇટથી દૂર રહે છે. તે હૉસ્પિટેલિટીના બિઝનેસ સાથે જોડાયેલો છે. સિદ્ધાર્થે શેફની ટ્રેનિંગ સ્વિટ્ઝરલેન્ડથી લીધી છે અને પુણેમાં તેમનો એક પબ લાઉન્ઝ મગશૉટ કૅફે પણ છે.

પરિણીતિ ચોપરાને બે ભાઈ છે શિવાંગ અને સહજ ચોપરા, જે ફિલ્મી દુનિયાથી દૂર તેમનો કુકીઝનો બિઝનેસ કરે છે.

અનુષ્કા શર્માના ભાઈ કરનેશને ખૂબ જ ઓછા લોકો ઓળખે છે. કેમ કે, તે ખુદને ફિલ્મોના ગ્લેમરસથી દૂર રાખે છે, પણ પોતાની બહેનની પ્રોફેશનલ અને પર્સનલ રીતે મદદ માટે હંમેશા તૈયાર રહે છે. તે અનુષ્કાના પ્રૉડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સનો કૉ-ફાઉન્ડર પણ છે.

આથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટી પણ તેમની લાઇફ ખૂબ જ ઍન્જોય કરતો રહે છે, પણ તેમને લાઇમલાઇટમાં રહેવું અથવા ફૉટો ક્લિક કરાવવો પસંદ નથી.

સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેનનો પણ બૉલિવૂડ સાથે કોઈ સંબંધ નથી, પણ ટીવી એક્ટ્રસ ચારુ અસોપા સાથે લગ્ન કર્યા પછી તે ખૂબ જ ચર્ચામાં રહે છે. રાજીવ ફૅશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે અને તે કપડાંના ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ સંભાળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page