Only Gujarat

Bollywood FEATURED

આ છે નીતુ સિંહની લાડલી ભાવિ વહુ આલિયા, ક્યૂટ એવી કે જોતાં જ ચહેરા પર આવી જાય હાસ્ય

મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ્યાં પોતાની અપકમિંગ ફિલ્મ અને તેમના લગ્નને લીધે ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ બંને નવા વર્ષે લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન રણબીર-આલિયાના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઇલ થઈ રહ્યાં છે. જેમાં તેમને ઓળખવા થોડાં મુશ્કેલ લાગી રહ્યાં છે. આ ફોટો નાના રણબીર-આલિયાનો છે. બંને આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. એટલું જ નહીં નિતૂ સિંહ પણ તેમના દીકરાની ભાવિ પત્નીનો આ ક્યૂટ ફોટો જોઈ ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં વિરાટ-અનુષ્કા, સલમાન-કૈટરીનાના આવા જ ફોટો વાઇરલ થયાં હતાં, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યાં હતાં. મહત્ત્વનું છે કે, આ કમાલ બેબી ફિલ્ટરની છે.

સોશિયલ મીડિયા પર અત્યારે બેબી ફિલ્ટરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તો કેટલાક ફેન્સ બેબી ફિલ્ટરમાં સ્ટાર્સના ફોટો રાખી મીમ બનાવી રહ્યાં છે જે ઝડપથી વાઇરલ થઈ રહ્યાં છે.

હાલમાં જ ફેન્સે રણબીર અને આલિયાના એક ફોટો પર બેબી ફિલ્ટરનો ઉપયોગ કર્યો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં આલિયા અને રણબીર બાળકના રૂપમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ સમયે બોલિવૂડ સેલેબ્સના ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની જોડીનું નાનું વર્ઝન બનાવી વાઇરલ કરી રહ્યાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ ફરીથી શરૂ કરી શકે છે. તો, રણબીર, અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે.

સલમાન ખાન અત્યારે તેમના શૉ ‘બિગ બોસ’ની નવી સિઝન હોસ્ટ કરવામાં વ્યસ્ત છે, તો પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ ઉપરાંત કૈટરીના કૈફ તેમની ફિલ્મ ‘સૂર્યવંશી’ની રિલિઝની રાહ જોઈ રહી છે.

સલમાન-કૈટરીના છેલ્લા ફિલ્મ ‘ભારત’માં સાથે જોવા મળ્યાં હતાં. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

સલમાન-કૈટરીના નવા વર્ષે ટાઇગર સિરિઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે.

અનુષ્કા શર્મા અત્યારે તેમનો પ્રેગ્નન્સી પિરિયડ એન્જોય કરી રહી છે અને પતિ વિરાટ કોહલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ સમયે તેમના પતિ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલી IPL 2020 માટે UAEમાં છે.

અનુષ્કા અને વિરાટે IPL પહેલાં જ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘હવે અમે ત્રણ થવાના છીએ.’

You cannot copy content of this page