Only Gujarat

Bollywood

બેગમ કરીના કપૂર જોવા મળી બેબી બમ્પ સાથે, તસવીરોમાં ખાસ

મુંબઈઃ હાલમાં જ કરીના કપૂરે તેમની પ્રેગ્નન્સિની જાહેરાત કરી છે. આ પછી તે સતત ચર્ચામાં છે. પ્રેગ્નન્સિમાં પણ કરીના ઘરે બેસીને નહીં પણ તેનું કામ કરીને દિવસ પસાર કરી રહી છે. એટલું જ નહીં ક્યારેક દીકરા તૈમૂર સાથે બહેન કરિશ્માના ઘરે તો ક્યારેક ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરે પણ જોવા મળે છે. હાલમાં જ તેને બાંદ્રા સ્થિત ફ્લેટમાં સ્પૉટ કરવામાં આવી છે. સામે આવેલાં ફોટોમાં કરીના તેના બેબી બંપને સંભાળતી જોવા મળી છે. આ દરમિયાન તે ખૂબ જ સંભાળીને ચાલી રહી હતી અને દરેક પગલું સમજી વિચારીને મૂકી રહી હતી. ઉલ્લેખનીય છે કે, કરીના જલ્દી તેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

કરીનાએ આ દરમિયાન પેસ્ટલ ગ્રીનનો સૂટ પહેર્યો હતો. જ્યારે સલવારને પેન્ટ સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેમણે તકડાથી બચવા માટે ગૉહલ પહેર્યાં હતાં અને તેમના હાથમાં મોબાઇલ પણ હતો.

કરીનાએ તેના ગ્રીન કલરના સૂટ સાથે ગોલ્ડન બોર્ડરવાળો લાઇટ ગ્રીન કલરનો દુપટ્ટો પણ કેરી કર્યો હતો.

પોતાના લુકને વધારે એક્સેસ કરવા માટે કરીનાએ પર્લ ડાયમંડ ડ્રાપ ડાઉન ઇયરિંગ્સને સ્ટાઇલ કરી હતી.

લૂઝ સૂટ સાથે કરીનાએ આ અંદાજથી તેનું બેબી બંપ છુપાવ્યું હતું. બેબો હંમેશાથી જ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ રાખવા માટે ઓળખાય છે.

તે બૉલિવૂડની સૌથી સ્ટાઇલિશ સ્ટારમાંથી એક છે. કૈઝુઅલ લુકમાં રૉક કરવાનું હોય અથવા ટ્રેડિશન પહેરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું હોય, આ બધુ તેમને સારી રીતે ખબર છે કે કેવી રીતે પોતાની સ્ટાઇલથી બીજાને ઇમ્પ્રેસ કરવાના છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કરીના ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં તેમના બીજા બાળકને જન્મ આપશે.

આ દરમિયાન તેમની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર સંકટના વાદળો ઘેરાયેલા લાગી રહ્યાં છે. કરીનાની પ્રેગ્નન્સિએ ફિલ્મના મેકર્સને વિચારતાં કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં કરીના, આમિર ખાન સાથે લીડ રોલમાં છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વવૈત ચંદન છે.

હવે કરીનાને 100 દિવસનું શૂટિંગ કરવાનું છે, પણ પ્રેગ્નન્સિને લીધે કરીનાના ભાગનું શૂટિંગ કરવું મેકર્સ માટે મુશ્કેલી ઊભી કરનારું છે. એવું કારણ છે કે, તેમનું બેબી બંપ હવે દેખાવવા લાગ્યું છે.

હવે મેકર્સે નવો પ્લાન બનાવ્યો છે. એક રિપોર્ટ મુજબ, કરીનાના બેબી બંપને છુપાવવા માટે કોમ્પયુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page