Only Gujarat

Bollywood

સતિશ કૌશિકની આ અંતિમ તસવીરો, મિત્રો ને પરિવાર સાથે માણી હતી હોળીની મજા

9 માર્ચના રોજ વહેલી સવારે ખરાબ સમાચાર આવશે તે કોઈને ખબર નહોતી. આજે બોલિવૂડ જગતમાં બ્લેક ડેના નામથી યાદ કરવામાં આવશે. કારણ કે આજે બોલિવૂડને દિગ્ગજ કલાકાર સતિષ શર્માને હંમેશ માટે ખોટ રહેશે. સતિષ કૌશિકનું 66 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેતાના મોતના સમાચાર મળતાં જ બોલિવૂડ જગતમાં સન્નાટો છવાઈ ગયો હતો.

સૌથી શોકિંગ વાત એ છે કે, એક દિવસ પહેલાં સતિષ કૌશિક બિલકુલ સ્વસ્થ હતા અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હતાં. 7 માર્ચે તેમણે મુંબઈના જૂહુમાં શબાના આજમીના ઘરે હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યાં સતિષ કૌશિકે પોતાના નજીકના મિત્રોની સાથે ધમાકેદાર અંદાજમાં હોળી સેલિબ્રેટ કરી હતી.

તેમણે હોળી સેલિબ્રેશનની તસવીરો એક દિવસ પહેલાં જ પોતાના સોશિયલ પેજમાં શેર કરી હતી. સતિશ કૌશિકની હોળી સેલિબ્રેશનમાં મહિમા ચૌધરી, જાવેદ અખ્તર, ઋતા ચઠ્ઠા અને અલી ફજલ જોવા મળ્યા હતાં. સતિષ સહિત આ તમામ મિત્રોએ બપોર સુધી આ પાર્ટી ખૂબ જ એન્જોય કરી હતી ત્યાર બાદ તેઓ દિલ્હી માટે રવાના થયા હતાં.

7 તારીખે મુંબઈમાં હોળી સેલિબ્રેશન કર્યાં બાદ 8 માર્ચે તેઓ દિલ્હીમાં પોતાના પરિવાર સાથે હોળીનું ધમાકેદાર અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ હોળી રમ્યા બાદ તેમણે બેચેની મહેસૂસ થઈ રહી હતી ત્યાર બાદ તેમણે Fortis હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. ડોક્ટર્સે તેમને બચાવવાની બહુ જ કોશિશ કરી પરંતુ મોડી રાતે તેમણે દમ તોડ્યો હતો.

નિધન બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દીનદયાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલથી તેમના મૃતદેહને મુંબઈ લાવવામાં આવશે. સતિશ કોશિકનો મૃતદેહ બપોરે 3 વાગે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સતિષના પરિવારમાં તેમની પત્ની શશિ છે અને તેમની એક પુત્રી વંશિકા કૌશિક છે જે 11 વર્ષની છે અભિનેતાના મોતથી પરિવાર પર આઘાતનો પહાડ તુટી પડ્યો છે.

હોળીની તસવીરોમાં સતિશ કૌશિક બહુ જ ખુશ જોવા મળી રહ્યા હતાં. તેમના ચહેરા પર હસી જોઈને લાગતું નહોતું કે તેમને શરીરને લગતી કોઈ બિમારી થઈ હોય. હોળીની તસવીરોમાં તેઓ બિલકુલ સ્વસ્થ જોવા મળી રહ્યા હતાં. સતિષ કૌશિક એક દિવસ પહેલા તો હોળી રમતા હતાં અને બીજા દિવસે તેમનું મોત થયું તેનો વિશ્વાસ નથી થતો. અચાનક મોત થતાં ચાહકો માટે આઘાતના સમાચાર છે.

You cannot copy content of this page