Only Gujarat

Bollywood

કોરોના કાળમાં તદ્દન સામાન્ય માણસની જેમ બોલિવૂડ સેલેબ્સ નીકળ્યાં કરિયાણું ખરીદવા

મુંબઈઃ કોરોના કાળમાં અનેક બોલીવુડ અને ટીવીના સિતારા પોતે જ પોતાના કામ કરતા જોવા મળ્યા. ઘણા કલાકારોએ જમવાનું બનાવ્યું અને કચરા પોતા પણ કર્યા. તો લૉકડાઉનમાં થોડી ઢીલ આપવામાં આવ્યા બાદ તેઓ બહાર પણ આવતા જતા હતાં અને ઘરની જરૂરી વસ્તુઓની ખરીદી કરી. આજે અમે આ રિપોર્ટમાં તમને એવા જ સિતારાઓની તસવીરો બતાવીશું, જેઓ કરિયાણું અને શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા.

શ્રદ્ધા કપૂર ભાઈ સિદ્ધાંત કપૂર સાથે ઘરનો જરૂરી સામાન લેવા એક સ્ટોર પર પહોંચી. બંનેએ આ દરમિયાન સુરક્ષાના તમામ ઉપાયો અપનાવ્યા હતા અને માસ્ક પણ પહેર્યા હતા. માસ્કના કારણે તેમને આસપાસના લોકો ઓળખી ન શક્યા.

અભિનેત્રી રશ્મિ દેસાઈ પણ શાકભાજી ખરીદતી જોવા મળી. એટલું જ નહીં તેણે ભાવતાલ પણ કર્યો. આ દરમિયાન રશ્મિ ઑરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં હતી. સાથે જ કોરોનાથી બચવા માટે માસ્ક પણ પહેર્યું હતું.

‘બિગ બૉસ 13’ના પ્રતિસ્પર્ધી રહેલા પારસ છાબડા લૉકડાઉન દરમિયાન માતા સાથે શાકભાજી લેવા નિકળ્યા. તસવીરમાં પારસના માતા શાકભાજી લઈ રહ્યા હતા અને પારસ તેમની નજીક થેલો પકડીને ઉભા હતા.

અભિનેત્રી અદા શર્માને મુંબઈના રસ્તા પર સ્પૉટ કરવામાં આવી. તે એક ગ્રોસરીની દુકાનમાં ગઈ હતી. કેટલાક જરૂરી સામાન સાથે તેણે તરબૂચ પણ ખરીદ્યું.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ એક સુપરમાર્કેટમાં રાશન ખરીદતા નજરે આવ્યા. અલ્લુ અર્જુને માસ્ક પહેલી રાખ્યું હતું એટલે તેને ચાહકો ઓળખી ન શક્યા. અભિનેતાએ પીળા રંગની ટી-શર્ટ સાથે કાળા રંગની શોર્ટ્સ પહેરી હતી.

You cannot copy content of this page