વિદાય વખતે ઈમોશનલ થઈ સ્વરા ભાસ્કર, માતા-પિતા અને પતિ સામે રડવા લાગી

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે પરિવાર અને મિત્રોની હાજરીમાં 13 માર્ચે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે એક પછી એક પોતાના લગ્ન તેમજ દરેક ફંક્શનની તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. હવે સોશિયલ મીડિયામાં સ્વરા ભાસ્કરની વિદાયનો વીડિયો સામે આવ્યો છે.

વિદાય વેળા સ્વરા ભાસ્કર ખૂબ જ ઈમોશનલ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સ્વરા ભાસ્કર પિન્ક કલરના હેવી લહેંગામાં દુલ્હન અવતારમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ સાથે તેના પતિ ફહદ અને માતા ઈરા પણ જોઈ શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળવા મળી રહ્યો છે, જે એક કવિતા વાંચી રહ્યો છે.

એક્ટ્રેસના પિતાએ રીટ્વીટ કરતા લખ્યું છે કે, ખૂબ જ ભાવુંક ક્ષણને શેર કરવા બદલ આભાર @sinjini_m, કારણ કે સ્વરા ભાસ્કરના લગ્નનો ઉત્સવ સમાપ્ત થવા આવ્યો છે. આ એક ખડ્ડૂસ પિતા માટે પણ ઈમોશનલ થનારી ક્ષણ હતી. અમારી પ્રિય સ્વરા ભાસ્કરની વિદાય.

જણાવી દઈએ કે, એક્ટ્રેસની વિદાય શનિવારે દિલ્હીથી થઈ હતી. જે બાદ મોડી સાંજે એક્ટ્રેસ પોતાના સાસરે બરેલી પહોંચી હતી, જ્યા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

સ્વરાના લગ્નનું ફંક્શન દિલ્હીમાં હોળી બાદ શરૂ થઈ ગયું હતુ, જે એક અઠવાડિયા સુધી ચાલ્યું હતુ. આ દરમિયાન હલ્દી, સંગીત, મહેંદી, કવ્વાલી નાઈટ અને રિસેપ્શન યોજવામાં આવ્યા હતા. અગાઉ 6 જાન્યુઆરીએ જ કપલે કોર્ટમાં મેરેજ કરી લીધા હતા. જો કે સ્વરાએ તેનો ખુલાસો 40 દિવસ બાદ કર્યો હતો.