Only Gujarat

Bollywood

આ છે અનિલ અંબાણીનો મોટો દીકરા, લક્ઝૂરિયસ કાર ને પ્રાઈવેટ જેટનો છે શોખીન

મુંબઈઃ દેશના મોટા બિઝનેસમેનમાં સામેલ અનિલ અંબાણી અને ટીના અંબાણીના દીકરા જય અનમોલ અંબાણીનો ગઈકાલે જન્મ દિવસ હતો. અનમોલનો જન્મ 12 ડિસેમ્બર, 1991માં મુંબઈમાં થયો હતો. વર્ષ 1991માં જ અનિલ અંબાણીએ એક્ટ્રસ ટીના મુનીમ સાથે લગ્ન કર્યાં હતાં.

અનમોલ 29 વર્ષનો છે અને તેમણે બ્રિટનના વારવિક બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટની સ્ટડી કરી છે. તે રિલાયન્સ કેપિટલમાં પહેલાંથી એક્ઝિક્યૂટિવ નિર્દેશકના પદ પર છે. ઓગસ્ટ 2016માં તે સામેલ થયો. જોકે, મુકેશ અંબાણીના દીકરો અનમોલ લાઇમલાઇટમાં રહેતો નથી.

અનમોલ ખૂબ જ શર્મિલા સ્વાભાવનો છે અને એચલે તે મીડિયાની સામે આવવાનું પસંદ કરતો નથી. કદાચ એજ કારણ છે કે તેમને કોઈ જાણતું નથી. સાયન્સની સ્ટડી કરવાની સાથે અનમોલનો ઇન્ટ્રેસ્ટ ઇકોનોમિક્સમાં પણ હતો. 18 વર્ષની ઉંમરમાં અનમોલે સ્ટોક માર્કેટમાં ઇનવેસ્ટ કરવાનું શરૂ કરૂ દીધું હતું. સ્ટડી પુરુ કર્યાં પછી અનમોલે રિલાયન્સ મ્યૂચુઅલ ફંડમાં બે મહિના સુધી ઇન્ટર્નશિપ પણ કરી.

અનિલ અંબાણીએ જ પોતાના દીકરાને ટ્રેઇન કર્યો છે. પોતાના પિતાની મળેલી સીખથી અનમોલે જાપાનની મોટી કંપની નિપ્પોનને રિલાયન્સ કેપિટલમાં ઇન્વેસ્ટ કરવા માટે મનાવી લીધા હતાં. જે હવે રિલાયન્સ નિપોન લાઇફ ઇન્સ્યોરન્સના નામથી ચાલી રહી છે. અનમોલ પોતાના દાદી કોકિલાબહેનની ખૂબ જ નજીક છે.

અનમોલ તેના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડેલ માને છે. અનમોલ પોતાની પર્સનલ લાઇફ વિશે બિલકુલ વાત કરતો નથી. રિપોર્ટ મુજબ, તે એક લક્ઝરી લાઇફ જીવે છે. તેમની પાસે ઘણી શાનદાર કાર છે. જેની કિંમત કરોડોમાં છે. તો તેમના પ્રિમિયમ જેટ કલેક્શનમાં બોમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ XRS, ફાલ્કન 2000, ફાલ્કન 7X, બેલ412 (હેલીકોપ્ટર) અને ગ્લોબલ એક્સપ્રેસ સહિતના એરક્રાફ્ટ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ એસેટ મેનેજમેન્ટ અને મ્યુચુઅલ ફંડ, પેન્શન ફંડ, વીમા, નાણા, સ્ટોક બ્રોકિંગ, નાણકિય ઉત્પાદનોનું વિતરણ, પ્રોપર્ટી રોકાણ અને અન્ય નાણાકિય સેવાઓનાં કારોબારમાં છે. અત્યારે કંપની પર લગભગ 20, 000 કરોડ રૂપિયાનું દેવું છે.

You cannot copy content of this page