Only Gujarat

Bollywood

જેકીદાદાની દીકરીનું થયું બ્રેકઅપ, લિવઈનમાં રહેતા હતા સાથે

મુંબઈઃ જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ પોતાની બોલ્ડ ઇમેજ અને પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. કૃષ્ણા છેલ્લાં દોઢ વર્ષથી બોયફ્રેન્ડ ઇબન હાયમ્સ સાથે રિલેશનશિપમાં હતી પણ હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતની જાણ ખુદ કૃષ્ણાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇબન અને કૃષ્ણા 6 મહિના પહેલાં લગ્નનું પ્લાનિંગ કરતાં હતાં. જોકે, હવે કૃષ્ણાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનું અને ઇબનનું બ્રેકઅપ થઈ ગયું છે.

કૃષ્ણાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી ઇબન સાથેના દરેક ફોટો ડિલીટ કરી દીધા છે. સાથે જ તેમણે ફેન્સને અપીલ કરતાં કહ્યું કે, ‘તમે દરેક ફેન ક્લબ ખૂબ જ સારા છો, પણ પ્લીઝ પોતાના એડિટ્સમાં મને ઇબન સાથે ટેગ કરવાનું બંધ કરી દો. હવે અમે સાથે નથી તો અમને સાથે ટેગ કરવાનું બંધ કરી દો.’

ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે લોકડાઉનમાં કૃષ્ણા અને ઇબનને પહેલી મુલાકાતની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ઇબન લોકડાઉનનો શરૂઆતી સમય કૃષ્ણા સાથે પસાર કર્યા બાદ ઓસ્ટ્રેલિયા પાછો જતો રહ્યો હતો. એવામાં તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરી તેમના સવાલોના જવાબ પણ આપ્યાં હતાં.

આમ તો, આ પહેલીવાર નથી જ્યારે કૃષ્ણા શ્રોફે અચાનક જ પોતાના ઇન્સ્ટાગ્રામથી બોયફ્રેન્ડના દરેક ફોટો ડિલીટ કર્યાં હોય. આ પહેલાં પણ તેમને આવું કર્યું હતું, આ પછી બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યાં હતાં. જોકે, પછી કૃષ્ણાએ ઇન્ટરવ્યૂમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.

ત્યારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃષ્ણા શ્રોફ અને ઇબન હાયમ્સના બ્રેકઅપના સમાચાર ખોટા ગણાવ્યાં હતાં. બંનેએ પોતાની રિલેશનશિપ અંગે વાત કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું કે, ‘તે (ઇબન) ખૂબ જ એટ્રેક્ટિવ છે. તે બિલકુલ મારી જેમ જ છે. સમય સાથે અમારો સંબંધ વધુ મજબૂત થયો છે કેમ કે હવે અમે એકબીજાને સારી રીતે ઓળખવા અને સમજવા લાગ્યા છીએ.’

કૃષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, ‘અમારા શોખ એકબીજાને મળે છે. અમે એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ અનુભવીએ છીએ. તેનું કારણ છે કે અમે ઘણીવાર એકબીજાને મળતાં રહીએ છીએ. કૃષ્ણા શ્રોફે જણાવ્યું હતું કે, તેમના મમ્મી આયશા પણ ઇબનને મળી ચૂક્યા છે.’

તો ઇબને ગર્લફ્રેન્ડ કૃષ્ણાને તેની મા જેવી ગણાવી હતી. ઇબન મુજબ, ‘કૃષ્ણા તેની મા જેવી છે.’ તેમણે કહ્યું કે, ‘અમારી પર્સનાલિટી એક જેવી જ છે. તે મને મારી જેવી લાગે છે અને હું પણ મારા પિતા જેવો બનવા માગુ છું. આ જ કારણે કૃષ્ણા અને મારો સંબંધ ખૂબ જ સારો છે.’

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કૃષ્ણા શ્રોફ અને ઇબન હાયમ્સની પહેલી મુકાલાત મુંબઈની એક રેસ્ટોરાંમાં થઈ હતી. પહેલાં બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં.

કૃષ્ણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમારી મુલાકાત સોબો હાઉસમાં થઈ હતી. હું તેના એક ફ્રેન્ડને ઓળખતી હતી અને અમે એકબીજાને મળવા ગયાં હતાં. આ પછી તે ફ્રેન્ડે ઇબનને ત્યાં બોલાવ્યો અને અમે ઘણી વાતો કરી.’

ટાઇગર શ્રોફની 26 વર્ષીય બહેન કૃષ્ણાએ કેમેરા પાછળ રહીને પોતાનું કરિયર બનાવવાનું પસંદ કર્યું છે. કૃષ્ણા ટ્રાન્સડેન્ડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટ્રી ડિરેક્ટ કરી ચૂકી છે, જેને તેમણે ખુદ શૂટ કરી છે. એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ પોતાના કરિયર વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘પહેલાં તો હું બોલિવૂડમાં આવવાનું વિચારતી હતી પણ પછી મને લાગ્યું કે, હું આમાં વધારે શું કરી શકું છું.’

You cannot copy content of this page