Only Gujarat

FEATURED National

કોરોનાકાળમાં અંબાણી પરિવાર ચાર્ટર્ડ પ્લેનથી ગયો અહીંયા દિવાળી મનાવવા

ઉદ્યોગપતિ અનિલ અંબાણી ચાર્ટર્ડ વિમાનમાં પોતાના સંપૂર્ણ પરિવાર સાથે રાજસ્થાન પહોંચ્યા હતા. તેઓ સવાઈ માધોપુરમાં પત્ની અને પુત્રો સાથે દિવાળી ઉજવશે. મળતી માહિતી મુજબ અંબાણી પરિવાર અહીં ત્રણથી ચાર દિવસ રોકાશે. તે અહીંના રણથંભોર નેશનલ પાર્કમાં રહેશે. શુક્રવારે સવારે તેઓ રણથંભોર ફરવા નીકળ્યા ત્યારે અચાનક વાઘણ તેમની કારની સામે આવી ગઈ હતી. વાઘણ જોતાં ટીના અંબાણી ચોંકી ગયા અને મોઢા ઉપર હાથ મૂકી દીધો હતો.

વાસ્તવમાં, અનિલ અંબાણી 3 થી 4 દિવસની રજા માણવા માટે સવાઈ માધોપુર પહોંચ્યા છે. તેમની સાથે પત્ની ટીના અંબાણી, પુત્રો અનમોલ અને અંશુલ પણ છે. તેઓ અહીંની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે.

આ પહેલા અંબાણી પરિવાર લગભગ 17 વર્ષ પહેલા એટલે કે 2003-04માં ફરવા માટે આવ્યા હતા.જણાવી દઈએ કે, ગયા મહિને જ લોકડાઉન થયા બાદ રણથંભોર નેશનલ પાર્ક પ્રવાસીઓ અને વાઘ પ્રેમીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

શુક્રવાર સવારથી જ આખો અંબાણી પરિવાર રણથંભોર ફરવા માટે નીકળી ગયો છે. આ સમય દરમિયાન, તેણે વાઘ અને વાઘણ પણ જોયા. કાર ભ્રમણ દરમિયાન તેમણે પોતાની ગાડી લાંબા સમય સુધી રોકી અને વાઘોને જોયા હતા.

જણાવી દઈએ કે અનિલ અંબાણી તેના પરિવાર સાથે ગુરુવારે ચાર્ટર પ્લેનથી જયપુરના સાંગાનેર એરપોર્ટ પર ઉતર્યા હતા. આ પછી તેઓ મોડી સાંજે સવાઈ માધોપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ફરવા માટે પર્યટક વિભાગની બે જિપ્સીઓ રાખી છે.

આ અગાઉ અંબાણી પરિવાર લગભગ 17 વર્ષ પહેલાં એટલેકે, 2003-04માં ફરવા માટે સવાઈ મોધોપુર રણથંભોર આવ્યા હતા.

You cannot copy content of this page