Only Gujarat

FEATURED National

પ્રોફેસરની નોકરીને લાત મારીને બન્યો ખેડૂત, કરે છે મોતીની ખેતી ને કમાણી છે લાખોમાં

માણસનાં જીવનમાં ક્યારે અને કંઈ વસ્તુ કંઈક અલગ કરવા માટે પ્રેરિત કરી દે તે કહેવું મુશ્કેલ છે. અમારી આજની કહાની એક એવા જ શખ્સની છે, જેણે પ્રોફેસરની નોકરી છોડીને મોતીની ખેતી કરવાનું શરૂ કર્યુ અને પહેલાં જ વર્ષમાં 3 લાખથી વધુની કમાણી કરી હતી.

મોતી વિશે આપણી પાસે એક ધારણા છે કે, તે માત્ર સમુદ્રોમાં જ થાય છે, પરંતુ કેરળના કાસારગોડ વિસ્તારના 65 વર્ષીય ‘કેજે માથચંદ'(KJ MATHCHAND)જે લગભગ બે દાયકાથી પોતાના ઘરે બનેલાં તળાવમાં દરેક વર્ષે લગભગ 50 ડોલથી વધારે મોતીઓની ઉપજ કરી રહ્યા છે. તેમના મોતીઓ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ, કુવૈત અને સ્વિત્ઝર્લેન્ડ સુધી નિકાસ થાય છે. અને તેમની કમાણી લાખોમાં થઈ રહી છે.

કેજે માથચંદ સાઉદી અરબનાં ‘કિંગ ફહદ યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ’માં દૂરસંચાર વિભાગમાં પ્રોફેસર હતા. આ જ ક્રમમાં એકવાર તેમને અરામકો ઓઈલ કંપની તરફથી ઈંગ્લિશ ટ્રાન્સલેટરનાં રૂપમાં ચીન મોકલવામાં આવ્યા હતા. મત્સ્ય પાલનમાં વધારે રૂચિ હોવાને કારણે તેઓ ચીન યાત્રા દરમ્યાન વૂશીનાં ‘દંશઈ મત્સ્ય અનુસંધાન કેન્દ્ર’ ગયા, જ્યાં ફરવાનાં ક્રમમાં એ પણ જાણ થઈ કે, ત્યાં મોતી ઉત્પાદનથી સંબંધિત ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવી રહ્યો હતો. તેમને આ કંઈક નવું લાગ્યુ, આ કારણે તેમણે તેમાં એડમિશન કરાવવાનું મન બનાવી લીધુ હતુ. તેમણે પોતાની નોકરી છોડી દીધી જે બાદ 6 મહીનાનાં આ કોર્સ માટે તેઓ ચીન જતા રહ્યા હતા.

કોર્સ કર્યા બાદ તેમણે સ્વદેશ આવીને ખેતી કરવાનું મન બનાવી લીધિ અને પછી વર્ષ 1999માં 1.5 લાખનાં ખર્ચથી પોતાના તળાવમાં મોતીની ખેતી શરૂ કરી હતી અને તે વર્ષે તેમણે 4.5 લાખના મોતી વેચીને આ પ્રકારે પહેલાં જ વર્ષે તેમને 3 લાખનો લાભ થયો હતો.

માથચંદે કહ્યુ, “આ મારો ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય હતો, જેની બહુજ લોકોએ ઘણી આલોચના કરી હતી, પરંતુ મને મારા માટે લેવામાં આવેલાં આ નિર્ણય પર પુરો વિશ્વાસ હતો, આ એક જબરદસ્ત કારોબાર સાબિત થવાનો છે. અને મે આલોચના પર ધ્યાન ન આપીને મારે જે કરવું હતુ તેની ઉપર ફોક્સ કર્યુ હતુ.”

મોતીની ખેતીની શરૂઆત કરવાનાં ક્રમમાં તે મહારાષ્ટ્ર અને પશ્વિમી ઘાટીઓમાંથી નીકળતી નદીઓમાંથી છીપો લઈને આવ્યા અને તેમને ડોલમાં ઉપચારિત કર્યા, પહેલાં 18 મહીનાઓની ખેતીથી તેમણે 50 ડોલમાં મોતીઓનું ઉત્પાદન કર્યુ અને તે બાદ તેમનો કારોબાર સતત આગળ વધતો રહ્યો હતો.

માથાચંદના મતે મોતી મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – કૃત્રિમ, કુદરતી અને સંવર્ધિત. તે સતત 21 વર્ષથી સંવર્ધિત મોતીની ખેતી કરે છે. ભારતમાં તેની ખેતી કરવી સહેલી છે, કારણ કે અહીં તાજા પાણીના શમ્બૂક સરળતાથી મળી રહે છે. તે કાળજીપૂર્વક નદીઓમાંથી લાવવામાં આવેલા છીપો ખોલે છે અને પછી તેને 15-25 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ પાણીમાં બેક્ટેરિયાવાળા કન્ટેનરમાં સંપૂર્ણપણે ડૂબાડે છે. છીપમાંથી કેલ્શિયમ કાર્બોનેટ જમા કરીને એક થેલી બનાવે છે જેની ઉપર 540 કોટિંગ સ્તરો હોય છે અને તેનાંથી ઉચ્ચતમ ગુણવત્તાવાળા મોતીનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 18 મહિનાનો સમય લાગે છે.

આ મોતીઓની કિંમત 360 રૂપિયા પ્રતિ કેરેટ એટલે કે 1800 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તેની ઉત્તમ ગુણવત્તાને કારણે, આ મોતીઓ દેશમાં તેમજ વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય છે, જેના કારણે માથચંદને ઘણી લોકપ્રિયતા મળી છે. આ કારણોસર, કેરળ અને કર્ણાટક યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ તેમને ત્યાં મોતીની ખેતીની મુલાકાત લેવા આવે છે અને માથચંદ પણ ઘણી યુનિવર્સિટીઓમાં તેનાથી સંબંધિત લેક્ચર આપવા જાય છે. એટલું જ નહીં, વિદેશથી પણ લોકો તેમની ખેતી જોવા માટે આવે છે અને તેમની પદ્ધતિઓની ખૂબ પ્રશંસા પણ કરે છે.

કોરોના રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન, તેમણે રસ ધરાવતા લોકોને ઓનલાઇન તાલીમ આપી, જેનો ઘણા લોકોએ લાભ લીધો. જો માથચંદ તેની નોકરી છોડીને આવા કામ શરૂ કર્યુ ન હોત, તો તે આજે પણ ભીડનો એક ભાગ હોત.પરંતુ ભીડમાંથી અલગ થઈને પોતાની ઓળખ બનાવવા માટે તેમણે આ રિસ્ક ઉઠાવ્યુ અને તેઓ આજે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે.

You cannot copy content of this page