Only Gujarat

Religion

ભારતમાં આવેલા આ મહાલક્ષ્મી મંદિરમાં પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના સિક્કા

ભારતમાં ઘણા મંદિરો છે, જે પોતાનામાં અનોખા છે. આવું જ એક અનોખું મંદિર મધ્ય પ્રદેશના રતલામ શહેરના માણકમાં સ્થિત છે. બાકીના મંદિરોમાં, ભક્તોને સામાન્ય રીતે મીઠાઇ અથવા કેટલીક ખાવાની વસ્તુઓ પ્રસાદ તરીકે મળે છે. પરંતુ મા મહાલક્ષ્મીના આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણા મળે છે. આ મંદિરમાં આવતા ભક્તો સોના-ચાંદીના સિક્કા લઈને ઘરે જાય છે.

મા મહાલક્ષ્મીના આ મંદિરમાં વર્ષભર ભક્તોની ભીડ રહે છે. ભક્તો અહીં આવીને કરોડો રૂપિયાના ઘરેણા અને રોકડ રકમ માતાનાં ચરણોમાં ચડાવે છે. દીપાવલી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ સુધી આ મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન મંદિરને ફૂલોથી નહીં પરંતુ ભક્તો દ્વારા આપવામાં આવતા ઘરેણાં અને રૂપિયાથી શણગારવામાં આવે છે.

જણાવી દઈએકે, દીપોત્સવ દરમિયાન મંદિરમાં કુબેરનો દરબાર સ્થાપિત થાય છે. આ સમય દરમ્યાન અહીં આવતા ભક્તોને પ્રસાદનાં રૂપમાં ઘરેણાં અને રૂપિયા-પૈસા આપવામાં આવે છે.

દિપાવલીના દિવસે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે. એવું કહેવામાં આવે છે કે, ધનતેરસ પર સ્ત્રી ભક્તોને અહીં કુબેરની પોટલી આપવામાં આવે છે. અહીં આવતા કોઈપણ ભક્તોને ખાલી હાથે પાછા મોકલવામાં આવતા નથી. તેમને પ્રસાદ રૂપે કંઈક આપવામાં આવે છે.

મંદિરમાં દાગીના અને પૈસા ચડાવવાની પરંપરા ઘણા દાયકાઓથી ચાલી આવી છે. પહેલાં અહીંના રાજાઓ રાજ્યની સમૃદ્ધિ માટે મંદિરમાં પૈસા ચડાવતા હતા અને હવે ભક્તો માતાના ચરણોમાં ઘરેણાં, પૈસા વગેરે ચડાવે છે. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના ઘર ઉપર બન્યા રહે છે.

You cannot copy content of this page