Only Gujarat

Religion

શુક્ર જશે કન્યા રાશિમાં, મંદીના આ સમયમાં આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, ખૂટશે નહીં એટલું આવશે ધન

કલા, સોંદર્ય અને દરેક પ્રકારના ભૌતિક સુખોનો કારક ગ્રહ શુક્ર 23 ઑક્ટોબરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ 25 દિવસ સુધી રહેશે અને પછી પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં શુક્રદેવ નીચ માનવામાં આવે છે. અમે તમને જણાવીએ કે કન્યા રાશિમાં શુક્રના ગોચરથી 12 રાશિના જાતકો પર કેવી અસર થશે.

મેષ
શત્રુ તમારા પર હાવી થઈ શકે છે. ગેરકાયદે કામો કરવાથી કોઈ કેસમાં ફસાઈ શકો છો. નોકરી બદલવા માટે યોગ્ય સમય નથી. પોતાના ખરચા પર નિયંત્રણ રાખવાની આવકમાં વધારો થશે.

વૃષભ
શિક્ષાના ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. પ્રેમ જીવનમાં આનંદનો ભાવ રહેશે. સંતાન પક્ષથી લાભ પ્રાપ્તિની આશા કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને નવા અવસર પ્રાપ્ત થશે અને ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો.

મિથુન
તમારા સુખમાં વૃદ્ધિ થશે. ઘરે તમારા માતાને સુખ મળશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. આ અવધિમાં તમે કોઈ વાહન અથવા નવી પ્રોપર્ટી સહિતની વસ્તુ ખરીદી શકો છો.

કર્ક
નાના ભાઈ-બહેનો સાથે સંબંધ સુધરશે. તમને તેમનો સહયોગ મળશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમારા પ્રયત્નથી તમને સફળતા પ્રાપ્ત કરી શકશો, પણ માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સિંહ
તમે ધનની બચત કરવામાં સફળ થશો. આ દરમિયાન વ્યવસાયમાં શુભ ફળની પ્રાપ્તિ થશે અને સમાદારીમાં પણ લાભ થશે. પારિવારિક બિઝનેસમાં વિસ્તાર વધશે, જેને લીધે તમારી ઉન્નતિ અને પ્રગતિ થશે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે.

કન્યા
તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક અનુભવ કરશો અને આશાવાદી રહેશો. લોગો તમારા કાર્યથી પ્રભાવિત થશે અને તમારી તરફ આકર્ષિત થશે. પિતાજીનો તમને સહયોગ પ્રાપ્ત થશે.

તુલા
તમારી વિદેશ યાત્રાની ઇચ્છા પુરી થશે. સાથે જ વિદેશી સ્ત્રોતોથી સારો વેપાર પણ કરશો. ગોચરકાળમાં તમે તમારી યોગ્યતા પર વિશ્વાસ રાખી નવા કાર્ય કરવાં અથવા સારી તક ગુમાવી શકો છો.

વૃશ્વિક
તમારી આવક વધશે અને ધન સંબંધિત સમસ્યાનો અંત થશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો અને તેમની મદદથી કોઈ પ્રોજેક્ટ પુરા થશે.

ધન
તમારા પિતાનું માન વધશે અને રાજનીતિક લોકોમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં દરેક કાર્યમાં પોતાનું સો ટકા અથવા તમારા શત્રુ આ દરમિયાન સક્રિય રહેશે અને તમને હાનિ પહોંચાડી શકે છે.

મકર
તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન વેપારીક યાત્રાથી સારો લાભ પ્રાપ્ત થશે અને પિતા સાથે સંબંધ સારા બનશે. ગોચરકાળમાં તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. જેનાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

કુંભ
તમારા જીવનમાં ખૂબ જ ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પરિવાર સાથે પોતાના સ્વાસ્થ્યનું પુરું ધ્યાન રાખવું અને કોઈ પણ રીતના કાર્ય કરવામાં સંકોચ રાખવો નહીં.

મીન
આ દરમિયાન કાર્યક્ષેત્રમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમારી છબીને નુકસાન પહોંચી શકે છે. ભાગીદારીમાં કરવામાં આવેલાં બિઝનેસથી વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવન માટે સમય ઉત્તમ નથી.

You cannot copy content of this page