મીનનું વાર્ષિક રાશિફળ: આર્થિક સ્થિતિ સુધરશે, નવી કે બીજી ઓફિસ તથા મકાન વસાવવાનો પૂર્ણ યોગ

આ વર્ષ ગુરુના દૃષ્ટિકોણથી જોતા ધન રાશિથી આગળ વધી વર્ષના અંતે વકરી થઈ અને મકર રાશિમાં જોવા મળે છે. 1 વર્ષમાં ગુરુના બેથી ત્રણ વખત બદલાવને કારણે આપની પરિસ્થિતિ સ્થિર ન થઈ શકે. સંતાનોના પ્રશ્ને આપ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ શકો છો. વર્ષના પ્રારંભથી જ શનિ મહરાજ લાભસ્થાનમાંથી પસાર થશે. જેના કારણે આપને ખૂબ ધનલાભ થવાની શક્યતાઓ છે. કોર્ટ કેસની બાબતોમાં યોગ્ય નિરાકરણ આવતું જણાશે. ભાગ્યસ્થાને વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ આપના માટે મહદઅંશે લાભકર્તા બનશે. પોતાના ભાઈઓ- બેહનો સાથે નાની-નાની વાતમાં વાદ-વિવાદ થઈ શકે છે.

વર્ષના પ્રારંભથી જ આપ એટલા બધા પ્રસન્ન હશો કે મનથી કોઈ પણ પ્રકારનું દુઃખ આપ વ્યક્ત નહીં કરી શકો એટલે મનથી આપ પૂર્ણ રીતે સ્વસ્થ્ય હશો. વર્ષ દરમ્યાન આપ ઘણો બધો ફાયદો મેળવી શકશો. આપના આવકના જેટલા પણ સ્થાનો છે તેમાંથી આવક થતાં આપ ખૂબ પ્રસન્ન રહી શકો. આવકના બીજા નવા સ્રોતો પણ આ વર્ષે આપ પ્રસ્થાપિત કરી શકો છો.

આપના વૈવાહિક જીવનમાં આ વર્ષ દરમ્યાન એક નવું પુષ્પ ઉમેરતા આપ ખૂબ આનદમાં રહી શકો છો. દામ્પત્યજીવનમાં આવનારો સમય સુવર્ણના સૂર્યોદય સમાન હશે. કોઈ પ્રકારના વાદ-વિવાદ કે સમસ્યાનો બેસીને ઉકેલ શોધી શકશો. લગ્ન કરવા માટે ઇચ્છુક લોકોને આ વર્ષે સુંદર પાત્ર મળી શકે છે. આ વર્ષ દરમ્યાન કોઈ મોટા ગ્રહોની આંટીઘૂંટી બનતી નથી. જેના કારણે આપની તબિયતમાં વધારે કોઈ ફેરફાર જાણતો નથી, પરંતુ આપના મનમાં એવું ચાલ્યા કરશે કે મને કોઈ રોગ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય. શરીરની નાની-મોટી તકલીફો રહ્યા કરશે, પરંતુ પોતાના કામમાં હશો તો એટલો વાંધો નહીં આવે.

સમગ્ર વર્ષ દરમ્યાન આપની રાશિના જાતકોને સંતાન યોગ બને છે અને તે અન્ય વર્ષોની સરખામણીમાં શ્રેષ્ઠ બને છે. માટે આ દિશામાં પ્રયત્ન કરવા. સંતાનના શરીર વધવાના મુદ્દે આપ ચિંતિત થઇ શકો છો. સમગ્ર વર્ષ દરમ્યાન નોકરીના મુદ્દે જોતા આવનારું વર્ષ થોડુક કંટાળાજનક લાગે. પોતે સ્વતંત્ર નિર્ણયો ન લઇ શકો જેનો રંજ રહ્યા કરે. ધંધામાં આ વર્ષે કોઈ પણ પ્રકારનો નફો કે વધુ પડતું નુકસાન જતુ નથી, માટે આપ જેમ વેપાર કરી રહ્યા છો તેમ કરતા રહેવાથી ફાયદો થઈ શકે છે. વર્ષના પ્રારંભથી જ આપ આયોજનબદ્ધ ખેતી કરી શકો છો.

સ્થાવર-જંગમ મિલકતમાં આ વર્ષ આપને ખૂબ લાભ થતો જણાય. નવી કે બીજી ઓફિસ તથા મકાન વસાવવાના પૂર્ણ યોગ બને છે. આપની ખેતીમાં ઉન્નતિ પણ આ વર્ષે જોઈ શકાય. એકંદરે જમીનથી આપને ઘણો બધો લાભ થઈ શકે છે અને આપની ઉન્નતિ પણ થશે. આ વર્ષ શત્રુઓની બાબતે વધુ ચિંતા કરાવે તેમ નથી. આપનો વ્યક્તિગત સ્વભાવ સારો હોવાને કારણે આપના શત્રુઓ પણ આપની સાથે મિત્રતા માટેનો હાથ લંબાવી શકે. જો આપ પ્રેમને ખેલ સમજી બેઠા હોવ તો આ વાત આપના માટે ભૂલ ભરેલી રહેશે. આ વર્ષે કોઈ પણ પ્રકારનું બાળપણ ભર્યું પગલું લેશો તો સખત હેરાન થઇ શકો છો. આવનારા વર્ષમાં વિદેશથી આપને લાભ થતો જણાય.

મીન રાશિના મિત્રોએ સમગ્ર વર્ષ દરમ્યાન પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના 21 પાન લઈ તેના પર દાડમની કલમથી ઓમ નમઃ શિવાય મંત્ર ચંદનથી 7 વખત લખવો અને લાલ સુતરના દોરથી માળા બનાવવી અને મહાદેવના મંદિરમાં પ્રદોષના દિવસે ચઢાવવી અને માસમાં આવતી બે પ્રદોષના ઉપવાસ કરવા અને રોજ સાંજે 11 માળા કરવી.

You cannot copy content of this page