Only Gujarat

Bollywood FEATURED

બાઘાની બાવરી રિયલ લાઈફમાં લાગે છે કે એકદમ ગ્લેમરસ, બબિતાજી કરતાં ક્યાંય લાગે છે સુંદર

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલ, ચંપક ચાચા, દયાબેન અને ડૉક્ટર હાથી સુધીના એક્ટર ખૂબ જ ફૅમશ છે. આ રોલ પ્લે કરનારા એક્ટર તેમના રોલના નામથી જ ઓળખાય છે. એવું જ એક નામ હતું બાવરી. બાવરીનો રોલ એક્ટ્રસ મોનિકા ભદોરિયા પ્લે કરતી હતી. તેની પંચ લાઇન હતી ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ’ ખૂબ જ પોપ્યુલર છે.

મોનિકા ભદોરિયાએ વર્ષ 2011માં સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી મોનિકાએ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’ અને ‘સજદા તેરે પ્યાર મેં’ સહિતની સિરિયલમાં જોવા મળી હતી.

વર્ષ 2013માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તેમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બાવરીનો રોલ પ્લે કરવાની તક આપી હતી. આ રોલમાં તે છવાઈ ગઈ હતી. તેમની પોપ્યુલારિટી ખૂબ જ વધી ગઈ હતી.

વર્ષ 2019માં એવી વાત સામે આવી હતી કે, તેમણે સિરિયલથી પોતાની અલગ કરી લીધી છે. આ વાતને લીધે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ફૅન્સ શૉક્ડ હતાં.

ત્યારે એવી પણ વાત સામે આવી હતી કે મોનિકા ભદોરિયા પોતાની ફી વધારવા માગે છે, પણ અસિત મોદીએ તેની ના પાડી દીધી હતી. આ પછી મોનિકાએ સિરિયલ છોડી દીધી હતી.

પર્સનલ લાઇફની વાત કરીએ તો મોનિકા ખૂબ જ ગ્લેમરસ લાઇફ જીવે છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં સીધી-સાદી દેખાતી મોનિકા રિઅલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. ફેન્સને તેમનો બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવે છે.

You cannot copy content of this page