રામાનંદ સાગરની પ્રપૌત્રીએ ફોટો પોસ્ટ કરી લખ્યું- ‘આવા ફોટો પોસ્ટ કરવામાં મને કોઈ શરમ નથી’

મુંબઈઃ 80નાં દશકની ફૅમશ ટીવી સિરિયલ ‘રામાયણ’ના નિર્દેશક રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડા ફરી એકવાર ચર્ચામાં છે. સાક્ષી સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને બિકિનીવાળા ફોટો શેર કરતી રહે છે. તેમણે હાલમાં જ એક પિન્ક બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. આમ તો, સાક્ષીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક નજર કરીએ તો તેમના ઘણાં બોલ્ડ ફોટો જોવા મળે છે.

આ ફોટો જોઈ દરેક લોકો કહી શકે છે તે, કેટલી વધુ બોલ્ડ છે. આ બોલ્ડનેસને લીધે સાક્ષીને અભદ્ર કોમેન્ટનો સામનો પણ કરવો પડે છે. જોકે, જ્યારે પણ તેમના ફોટો પર અભદ્ર કોમેન્ટ આવે છે, ત્યારે તેનો તે જડબાતોડ જવાબ આપે છે.

 

સાક્ષીએ પોતાના બોલ્ડ ફોટો પોસ્ટ કરવા અંગે જણાવ્યું કે, ‘આવા ફોટો પોસ્ટ કરવામાં મને કોઈ શરમ નથી.’ સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવાની સાથે-સાથે સાક્ષી એક સારી સિંગર પણ છે. પોતાની યૂ-ટ્યુબ ચૅનલ પણ છે. તેમના ઘણાં વીડિયો યૂ-ટ્યૂબ પર હિટ થઈ ગયાં છે. સાક્ષી લૉસ એન્જલસ, કેલિફોર્નિયામાં રહે છે.

સાક્ષી રામાનંદ સાગરના દીકરા મોતી સાગરની દીકરી મીનાક્ષીની દીકરી છે. સાક્ષીએ ટ્રિનિટી સ્કૂલ ઑફ લંડનથી સ્કૂલિંગ પછી કેલિફોર્નિયા, અમેરિકાની ધી લી સ્ટ્રાસબર્ગ થિએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.

થોડાં વર્ષો પહેલાં સાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે પોતાના પરદાદાની પ્રસિદ્ધિના દબાણને લીધે ખૂબ જ હેરાન રહે છે.’ સાક્ષીએ કહ્યું કે, ‘જ્યારે પણ હું બોલ્ડ ફોટો સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરું છું તો લોકો કોમેન્ટ કરે છે. તે મને ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ (રામાનંદ સાગર) સાથે કમ્પેર કરે છે.’

તેમનું કહેવું છે કે, ‘ત્યારે મને લાગે છે કે તેમનું નામ સૌથી વધારે લેવાની જરૂર શું છે? જો કોઈ ડૉક્ટર છે તો એનો અર્થ એવો નથી કે તેમના બાળકો પણ ડૉક્ટર થશે. હું મારી લાઇફમાં કંઈ પણ કરી શકું છું. હું લકી છું, મારો પરિવાર મને સપોર્ટ કરે છે. જો કોઈને મારા ફોટો પસંદ નથી તો તે ના જુએ.’

સાક્ષીએ કહ્યું કે, ‘મને કોઈ બૉલિવૂ ફિલ્મ ઑફર કરવામાં આવી, પણ હું તેમના વિશે વિચારી શકું નહીં. મારું લક્ષ્ય સિંગર બનવાનું છે. હું બૉલિવૂડ ફિલ્મો પણ જોતી નથી. હા, હું ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવવા માગુ છું. સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિંગ કરીશ, કેમ કે ત્યાં સારી ફેનફોલોઇંગ છે.’

લગભગ 6 વર્ષ પહેલાં સાક્ષીનો પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે, ‘આલિયા પોતાના ફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવી રહી હતી, આ દરમિયાન સાક્ષીની મા મીનાક્ષી અને તેમના સાથે હાજર બીજા લોકોએ ધમકી આપી અને ગાળો ભાંડી હતી. આલિયાને ફોન પર આપત્તિજનક એમએમએસ પણ મોકલવામાં આવ્યાં હતા.’ તો, મીનાક્ષી તરફથી કરવામાં આવેલી પોલિસ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આલિયાએ પોતાના ફ્રેન્ડ સાથે દારૂ પીધો હતો અને તેમની દીકરી સાથે ગેરવર્તન કરી રહી હતી.’

You cannot copy content of this page