Only Gujarat

FEATURED National

સનસનીખેજ ખુલાસો: પ્રેમમાં અંધ બનેલી પત્નીએ જ પતિની આપી સુપારી ને પછી…..

બરેલીના શિક્ષક અવધેશની ખૂની પત્ની વિનિતા અને સાસરિયાઓનો ઉકેલ હજુ મળ્યો નથી. બરેલી પોલીસની ટીમ ફિરોઝાબાદમાં વિનિતા અને તેના પરિવારની શોધ કરી રહી છે, પરંતુ ત્યાં વિધાનસભા પેટા-ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે, સ્થાનિક પોલીસની બહુ મદદ મળી નથી.

દરમિયાન બરેલી આવેલા અવધેશના ભાઈ અને માતાએ જણાવ્યું હતું કે, પત્નીના આગ્રહ પર અવધેશે તેને કાર ખરીદવા માટે આશરે ત્રણ લાખની રકમ આપી હતી. પત્નીએ એજ રકમ હિસ્ટ્રીશીટરને આપીને તેની હત્યા કરી નાંખી હતી.

શિક્ષક અવધેશ કુમારની તેમના જ ઘરમાં હત્યા કરીને પત્ની, સાસરિયાઓ અને સુપારી કિલર ડેડબોડીને ફિરોઝાબાદ લઈ ગયા હતા. ત્યાં મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો અને અડધી બળેલી લાશને તેજ હાલતમાં દબાવી દેવામાં આવી હતી. રાઝ ખુલ્યા બાદ ઇજ્જતનગર પોલીસે રિપોર્ટ નોંધી હતી. અગાઉ ફિરોઝાબાદ પોલીસે હિસ્ટ્રીશીટર હત્યારોપી શેરસિંહ ઉર્ફે ચીકુની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

હવે, બરેલી કોર્ટમાંથી ચીકુ માટે વોરંટ બનાવીને ઇજ્જતનગર પોલીસે તેને ફિરોઝાબાદ ડિસ્ટ્રિક્ટ જેલ અને કોર્ટમાં દાખલ કર્યુ છે. જેથી ચોરીના કિસ્સામાં જામીન મેળવીને છૂટી ન જાય. બી વોરંટની સુનાવણી 4 નવેમ્બરે થવાની છે. અહીં વિનીતા અને તેના પરિવારની શોધમાં ઇન્સ્પેક્ટર પ્રવીણ કુમારની ટીમ ફિરોઝાબાદમાં તપાસ કરી રહી છે.

આ દિવસોમાં ફિરોઝાબાદમાં પેટા-ચૂંટણીઓ હોવાને કારણે, વધારે મદદ મળી નથી. અવધેશના પરિવારના જણાવ્યા અનુસાર, ભાઇની કારનો ઉપયોગ કરતી વિનિતા, ઘણા સમયથી અવધેશ પર નવી કાર અપાવવા માટે દબાણ કરી રહી હતી.

અવધેશે ઘટનાના થોડા દિવસો પહેલા જ આ માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. 14 કે 15 ઓક્ટોબરે, અવધેશ કાર બુક કરવા જઇ રહ્યો હતો જેથી તે કારને ધનતેરસ પર ઘરે લાવી શકે.

હાથમાં પૈસા આવતા જ વિનિતાએ તેના પતિને મારી નાખવાની યોજના બનાવી હતી અને ચીકુને થોડી રકમ સોંપી દે છે. બાકીના પૈસા તેરમું પત્યા પછી આપવાનું વચન આપ્યું હતું.

You cannot copy content of this page