સામાન્ય પરિવારમાં જન્મેલી ‘નાગિન’ની સંપત્તિ જાણીને ચોક્કસથી લાગશે નવાઈ…

મુંબઈઃ ટીવી સ્ટાર મૌની રોય જાણીતું નામ છે. તેણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘નાગિન’ સહિત અનેક સીરિયલ્સમાં કામ કર્યું છે. બંગાલી બ્યૂટી મૌનીએ હવે બોલિવૂડમાં પણ કામ કરવાની શરૂઆત કરી છે. મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતાં. ચર્ચા હતી કે બંને લીવઈનમાં પણ રહેતા હતાં. જોકે, કેટલાંક કારણોસર બંનેના સંબંધોનો અંત આવી ગયો હતો. હાલમાં મૌનીના સંબંધો સૂરજ નામ્બિયાર સાથે હોવાની ચર્ચા છે.

અક્ષય કુમાર સાથે જોવા મળી હતી
મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 34 વર્ષીય એક્ટ્રેસે મૌનીએ રાજકુમાર રાવ સાથે ‘મેડ ઈન ચાઈના’માં કામ કર્યું હતું. જ્હોન અબ્રાહમ સાથે ‘રોમિયો અકબર વોલ્ટર’ માં જોવા મળી હતી.

સંપત્તિ જાણીને લાગશે આંચકો
મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી મૌનીની સંપત્તિ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો દાવો કરવામાં આવે છે. મૌની સીરિયલમાં પ્રતિ એપિસોડ 30-40 લાખ રૂપિયા લે છે. ‘તારક મહેતા..’માં જેઠાલાલ બનતા દીલિપ જોષીની ફી પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા છે.  બબિતા એટલે મુન મુન દત્તાને ચાલીસથી પચાસ હજા રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે.

હાલમાં જ ઘરી ખરીદ્યું
મૌનીએ હાલમાં જ પોતાનું ઘર ખરીદ્યું હતું. મૌનીએ પોતાની કરિયરની શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. મૌની પાસે લક્ઝૂરિયસ કાર છે.

દાદા પાસેથી એક્ટિંગ શીખી
મૌનીએ દાદા શેખર ચંદ્રા રોય સાથે એક્ટિંગ શીખી છે. તેના દાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. એક્ટિંગ મૌનીના લોહીમાં છે. વર્ષ 2006થી મૌની ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. મૌનીની મમ્મી પણ થિયેટર આર્ટિસ્ટ છે. જ્યારે તેના પિતા સુપ્રીટેનડેન્ટ તરીકે કામ કરતા હતાં.

‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે
મૌની રોય ડિરેક્ટર અયાન મુખર્જીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે નેગેટિવ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર છે.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →