Only Gujarat

Sports

લગ્ન થયા પહેલાં જ ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલનું લગાવ્યું નામ ને લોકોએ ઉતારી એવું એવું સંભળાવી કીધું…..

દુબઈઃ આઈપીએલ 2020 તેના અંતિમ તબક્કામાં પહોંચવાની અણીએ પહોંચી ગયું છે. દરેક મેચ રસપ્રદ થઈ રહી છે. લોકો મેદાનની સાથે સોશિયલ મીડિયા પર નજર રાખે છે. ફેન્સ ક્રિકેટર ઉપરાંત તેમની સાથે જોડાયેલા લોકો જેમકે પત્ની કે મંગેતરની સાથે પણ જોડાયેલા રહે છે. છેલ્લા અમુક સમયથી યુઝવેન્દ્ર ચહલ અને તેની મંગેતર ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેની અમુક તસવીરો વાઈરલ થઈ રહી છે જેમાં કાનમાં ઝુમખા અને આંખમા કાજલ સાથે તે ઘણી સુંદર જોવા મળી રહી છે. પરંતુ હવે ધનશ્રી શર્મા સોશિયલ મીડિયા પર પોતાની સરનેમ ચેન્જ કરીને ચર્ચામાં આવી ગઈ છે, લોકો હવે તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

દુબઈમાં ચાલી રહેલી આઈપીએલ 2020 ક્રિકેટર્સને સપોર્ટ કરવા તેમના અમુક પરિવારજનો પણ પહોંચ્યા છે. અહીં આરસીબીની સ્પિનર યુઝવેન્દ્ર ચહલની મંગેતર પણ તેની સાથે ત્યાં દુબઈમાં છે. આ સમયે ધનશ્રીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તે બ્લૂ કલરના કુર્તામાં ઘણી સુંદર લાગી રહી છે.

આ તસવીરને હજારો ફેન્સની સાથે તેનો ભાવિ પતિ ચહલ પણ લાઈક કરી ચૂક્યો છે. ચહલે આ તસવીર પર પોતાની પત્ની ‘ધનશ્રી ચહલ’ તરીકે સંબોધી હતી. જેના કારણે ફેન્સે યુઝવેન્દ્ર અને ધનશ્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું તથા લગ્ન પહેલા જ સરનેમ ચેન્જ કરી દીધીના સવાલો કર્યા હતા.

ચહલની મંગેતર હાલના દિવસોમાં સ્ટેડિયમમાં છવાયેલી છે. તે અમુક મેચોમાં આરસીબીના સપોર્ટ માટે સ્ટેડિયમમાં આવી રહી છે. તે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર મેચનો વીડિયો શેર કરતી રહે છે.

ચહલના શાનદાર પ્રદર્શન માટે લોકો ધનશ્રીને તેનું લકી ચાર્મ માની રહ્યાં છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ગત મેચમાં આરસીબીનો પરાજય થયો હતો. પરંતુ મેચમાં ચહલે 2 વિકેટ ઝડપી હતી.

ચહલે 2 મહિના અગાઉ લૉકડાઉન દરમિયાન જ ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. જે પછી તે 21 ઓગસ્ટના આઈપીએલ માટે દુબઈ પહોંચી ગયો હતો. આ દરમિયાન તેઓ અમુક સમય ઓનલાઈન એકબીજા સાથે વાત કરતા રહેતા હતા.

You cannot copy content of this page