Only Gujarat

FEATURED National

નાગ-નાગિનની જોડીને જોતાં જ ખેડૂતના થયા આવા હાલ, આખા ગામમા ફેલાયો ભયનો માહોલ

સહારનપુરમાં નકુડ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર જટ ગામમાં નાગ-નાગીનની જોડી જોતાં હાર્ટ એટેકથી એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. એસડીએમની સૂચનાથી વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી. તો, ટીમે નાગ-નાગિનની જોડીને પકડીને લઈ ગઈ હતી. ખેડૂતના મોતથી પરિવારમાં કોહરામ મચી ગયો છે.

કોતવાલી વિસ્તારના ફતેહપુર જાટ ગામના રહેવાસી રજત કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે તે જાગ્યો, ત્યારે તેણે ઘરની બાજુમાં જ બનેલાં ખેડૂત વિરેન્દ્રસિંહના ઘરની દિવાલમાં સાપની જોડી જોઈ. તેમણે તુરંત આ અંગે ગામલોકોને જાણ કરી. આ સમય દરમિયાન ખેડૂત વિરેન્દ્ર ચૌધરી પણ નાગ-નાગિનને જોવા ત્યાં પહોંચ્યો હતો. નાગ-નગીન વીરેન્દ્રસિંહના ઘરની પાછળની બાજુની દિવાલમાં ફસાયા હતા.

ગ્રામજનોએ માહિતી એસડીએમ હિમાંશુ નાગપાલને આપી હતી. એસડીએમની સૂચનાથી વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી. ટીમે ગામના લોકોની મદદથી દિવાલમાં ફસાયેલાં બંને સાપોનાં મોંને એક મશીનથી દબાવીને માંડ માંડ બહાર કાઢ્યા હતા.

નાગ-નાગિનનો ડર લોકોમાં એટલો હતોકે, એક વ્યક્તિનું મોત થઈ ગયુ તો ગામ લોકો આ નાગ-નાગિનને ગામમાંથી બહાર કાઢવાની માંગ કરી રહ્યા હતા.

વન વિભાગની ટીમે બંને સાપને બહાર કાઢ્યા અને તેમને બોરીમાં બંધ કરી દીધા. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો, ખેડૂતના મોતથી પરિવારમાં અરાજકતા મચેલી છે.

You cannot copy content of this page