Only Gujarat

National

કોરોનાનો તોડ કાઢવા નિષ્ણાતો સૂચવ્યા ત્રણ ઉપાયો, શું આનાથી કોરોના કાબૂમાં આવી જશે?

ન્યૂયોર્ક: કોરોના વાઈરસના વઘતા સંક્રમણથી સમગ્ર વિશ્વમાં હાલ ચિંતાનો માહોલ છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને વહેલી તકે તેનો તોડ શોધવા અને લોકો સુધી તે દવા પહોંચાડવી એક મોટો પડકાર છે. કોરોનાની વેક્સિન અને દવા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે. રસી કે દવા તૈયાર ના થાય ત્યાં સુધી માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ દરમિયાન મૈસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ની કોરોના સંબંધિત રિપોર્ટ કોરોનાના તોડ તરીકે 3 ઉપાયો જણાવી રહી છે.

કોરોના વાઈરસ સંબંધિત પ્રથમ તોડ જે રિપોર્ટમાં જણાવવામાં આવ્યો છે તે છે કડક લૉકડાઉન. જેના થકી સંક્રમણને ઘણા અંશે અટકાવી શકાય છે. ભારતમાં 4 તબક્કામાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. કડક લૉકડાઉન પાલનના કારણે ન્યૂઝીલેન્ડ કોરોના મુક્ત થયું. આ સાથે જ સંક્રમણ અટકાવવા અગ્રેસિવ ટેસ્ટિંગ પણ જરૂરી છે.

વાઈરસ સમગ્ર વિશ્વામાં ફેલાયો હોવાના કારણે માત્ર લૉકડાઉનની રણનીતિથી કામ નહીં ચાલે. એક્સપર્ટ્સના મતે તેનાથી માત્ર સંક્રમણના દરને ઘટાડી શકાય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ માટે તૈયારીઓ કરી શકાય. સંક્રમણ અટકાવવા માટે અગ્રેસિવ ટેસ્ટિંગ પણ એક ઉપાય છે. કોરોનાથી સંપૂર્ણ મુક્તિ માટે વેક્સિન જરૂરી છે પરંતુ તેના તૈયાર થવામાં ઘણો સમય લાગશે. એવામાં એક્સપર્ટ દ્વારા હાલ હર્ડ ઈમ્યુનિટીનો વિકલ્પ અપનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. હર્ડ ઈમ્યુનિટી એટલે 60 થી 70 ટકા વસ્તીને કાં તો વેક્સીન ઈમ્યુન કરવામાં આવે અથવા તેટલી વસ્તી સુધી સંક્રમણ ફેલાવવા દેવો જોઈએ.

એક્સપર્ટ્સના મતે જો જે-તે દેશની વસ્તીના મોટાભાગના લોકોને કોરોના થાય તો ઘણા લોકો પોતાની ઈમ્યુનિટીના દમ પર કોરોનાને માત આપી દેશે. આ સ્થિતિમાં મોટી વસ્તીને કોરોના થવાના કારણે થવાને કારણે ચેપ વધુ ફેલાશે નહીં. પરંતુ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટરિયલ રિસર્ચએ ભારત માટે આ વિકલ્પ અયોગ્ય હોવાનું જણાવ્યું. એક રિસર્ચ અનુસાર જો કોરોના વાઈરસને અટકાવવામાં નહીં આવે તો આ વાઈરસ એક વર્ષમાં વિશ્વની 60 ટકા વસ્તીને સંક્રમિત કરી દેશે. આ સ્થિતિમાં હર્ડ ઈમ્યુનિટી વિક્સિત થઈ જશે અને સંક્રમણ અટકી જશે. પરંતુ વિશ્વએ મોટા પ્રમાણમાં ભોગ આપવો પડશે. તેથી હર્ડ ઈમ્યુનિટીના વિકલ્પને યોગ્ય માનવામાં નથી આવતું.

તાજેતરમાં થયેલા રિસર્ચ અનુસાર, હાલ કોરોના વાઈરસનું એવરેજ રિપ્રોડક્શન નંબર (આરઓ) 2 કે 2.5 વચ્ચે છે. એટલે કે એક વ્યક્તિ 2 કે 2થી વધુ સ્વસ્થ વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ જેવા ઉપાયો થકી રિપ્રોડક્શન નંબરને 2 થી ઘટાડી 1 કરી શકાય છે. હાલ કોરોના વાઈરસ 1 થી 2,4,8,16 થતા ઘણા લોકોમાં ફેલાય રહ્યો છે. મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાય જશે ત્યારે આરઓ ઘટીને 1 થઈ જશે. પછી જો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન થાય તો આરઓ 1થી નીચે આવવા પર કોરોના આઉટબ્રેકનો આપોઆપ અંત આવશે. વિશ્વના 60 વસ્તીના ઈમ્યુનની સ્થિતિમાં કોરોનાનો અંત આવી શકે છે.

You cannot copy content of this page