Only Gujarat

International

આ મહિલાનું મકાન જે લોકો જોવા આવે છે તે તરત ભાગી જાય છે, આવી કરી નાંખી છે હાલત

ઇંગ્લેન્ડના ગ્લૂસ્ટ શાયરના લેડનીની રહેનાર મહિલાએ 2 કોટેજ ખરીદ્યા, ત્યાર બાદ તેમણે તેમને ચમકીલા રંગથી પેઇન્ટ કર્યું. મેરી રોજ યંગ નામની આ મહિલા હવે 61 વર્ષની થઇ ગઇ છે. તે આ ધરને 1987થી પેઇન્ટ કરીને ખૂબસૂરત બનાવવાની કોશિશ કરી રહી છે. જો કે આ મહિલાની કારીગરીને કારણે હવે આ મકાનની હાલત એવી થઇ ગઇ છે કે તેને કોઇ ખરીદવા તૈયાર નથી. મેરીએ આ કોટેજને 30 હજાર પાઉન્ટ 28,58,257 રૂપિયમાં ખરીધ્યું હતું. ત્યારબાદ વર્ષો સુધી રિનોવેશનનું કામ કર્યાં બાદ 2014 તેને વેચવાનું નક્કી કર્યું.

રિયલ એસ્ટેટના એજેન્ટે મકાનની કિમત 5 લાખ પાઉન્ડ ( 4,76,129 રૂપિયા) લગાવી. જો કે મકાનની વિચિત્ર પેઇન્ટિંગના કારણે મકાનને કોઇ પસંદ નથી કરતું અને કોઇ ખરીદવામાં રસ ન દાખવ્યો. હવે મેરી રોજ યંગ અહીં એક બૂટીક બેડ અને બ્રેકફાસ્ટની ફેસેલિટી શરૂ કરવા માંગે છે. જો કે બહારથી આ મકાન એકદમ સામાન્ય લાગે છે. પરંતુ તેની અંદરની ડિઝાઇન અને પેઇન્ટિંગ થોડી વિચિત્ર હોવાથી લોકો પસંદ નથી કરતા. આ છે આ છે મકાનની પેઇન્ટિંગ અને ડિઝાઇની તસવીરો…

મેરી રોજનું આ ઘર બહારથી એકદમ સાધારણ દેખાય છે. પરંતુ અંદર જતાં વિચિત્ર નજારો જોવા મળે છે. મેરીએ ખૂબ જ ચમકીલા રંગથી ઘરને પેઇન્ટ કર્યું છે અને સજાવટ પણ એવી કરી છે કે તે ડોલ હાઉસ જેવું દેખાય છે. મેરીએ ઘરને પેઇન્ટ કરાવવાની સાથે દરેક વસ્તુને અલગ જ અંદાજમાં ડિઝાઇન કરી છે અને દરેક વસ્તુને પણ ચમકદાર રંગોથી પેઇન્ટ કરી છે. આ ખૂબ શોખીન તબિયતની મહિલા છે. 60 વર્ષથી પણ વધુ ઉંમર હોવા છતાં પણ તે બની ઠનીને રહે છે. તે તેના વાળને પણ જુદા જુદા કલરથી ડાઇ કરે છે.

આ ઘરના બેડરૂમની પણ ખાસ રીત સજાવટ કરવામાં આવી છે. અહી ઝાડ ફાનૂસ સાથે કેન્ડલ સ્ટેન્ડ પણ છત પર લટકાવામાં આવ્યું છે. મેરી રોજના ઘરનું ટોયલેટ પણ જોવા જેવું છે. ટોઇલેટ સીટને પણ ચમકદાર રંગથી પેઇન્ટ કર્યું છે.તેમજ તેના પર ખાસ ડિઝાઇન બનાવવામાં આવી છે. તેમજ બાથરૂમ ટોઇલેટની દીવાલ પર પણ અલગ અલગ ડિઝાઇનની પેઇન્ટિંગ જોવા મળે છે.

મેરી રોજના ઘરનો એક પેન્ટેન્ડ અને ડિઝાઇનિંગ ખૂણો, આટલું વધુ પેઇન્ટિંગ હોવાથી કોઇપણ આ મકાનને પસંદ કરતું નથી અને ખરીદાર મળતું નથી. તેના ઘરના એક પેઇન્ટેડ અને ડિઝાનર રૂમમાં બેઠી છે મેરી રોજ, તે ખુદ પણ ખૂબ જ ફેશનેબલ છે અને તેને ઘરને ડોલ હાઉસ કહે છે અને ખરેખર ઘરનું ઇન્ટિરિયર પણ આવું જ કર્યું છે.

મેરી રોજને રંગોથી ખૂબ જ પ્રેમ છે. તેમના ઘરનો દરેક ખૂણો જુદા જુદા રંગોથી પેઇન્ટ કરેલો છે. દરેક વસ્તુ ડિઝાઇનર છે. મેરી રોજને આ મકાન ખૂબ ગમે છે અને તેથી તેમને અહીં રહેવું પણ ગમે છે. મેરી રોજના ઘરનું બેઠકખાનું પણ જુદી જુદી એક્સેસરીઝથી સજાવવામાં આવ્યું છે. આ સજાવટી સામાન પર મેરી રોજે બહુ પૈસા ખર્ચ કર્યાં છે.

મેરી રોજે તેમના આ ડોલ હાઉસમાં એક નાનકડો બગીચો પણ બનાવ્યો છે. જ્યાં તે બેસીને શાંતિના પળ વિતાવે છે. મેરી રોજે તેના ઘરને કંઇક અલગ જ અંદાજમાં સજાવ્યું છે. તેથી સામાન્ય લોકોની સમજમાં નથી આવતું .

મેરીના ઘરમાં એન્જોય માટે પણ જુદી જુદી વ્યવસ્થા જોવા મળશે. મેરી જુદી જુદી કલાત્મક વસ્તુ એકઠી કરવાની પણ શોખીન છે. તેમણે તેમના ઘરમાં હસ્તશિલ્પની અનેક વસ્તુઓ સજાવીને રાખી છે. આવી વસ્તુઓ પર તે ખૂબ પૈસા ખર્ચ કરે છે.

You cannot copy content of this page