Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

મુંબઈ: શાનદાર અભિનયના દમ પર ટીવીથી લઈને બોલીવૂડ સુધી પોતાની અલગ જ ઓળખ બનાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આજે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘણીવાર ખુશખુશાલ જોવા મળનાર સુશાંત સિંહના મોતના સમાચાર મળતાં જ આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું હતું. તેના મોતના સમાચાર અંગે કોઈ વિશ્વાસ કરતું નહોતું. પોલીસે તેની આત્મહત્યાની ખબર ડોમેસ્કિટ હેલ્પે આપી હતી. તેમે અત્યાર સુધી પોતાના કરિયરમાં વધારે ફિલ્મો નથી કરી પરંતુ જે ફિલ્મો કરી છે તે સફળ રહી હતી. ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મમાં સુશાંતે લીડ રોલ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપુતે ફક્ત સારા અભિનેતા હતો પરંતુ જોરદાર ડાન્સર હતો. તે એક ફિલ્મ માટે 5થી 7 કરોડ રૂપિયા લેતો હતો. જાહેરાત માટે 1 કરોડ રૂપિયા સુધી લેતો હતો. તેણે ઘણી રીયલ એસ્ટેટ પ્રોપટિઝમાં પણ રોકાણ કર્યું છે. તેની કુલ સંપત્તિ 80 લાખ ડોલર એટલે 60 કરોડ રૂપિયાથી વધારે હતી. કરોડ તેની ફિલ્મ એમએસ ધોનીએ લગભગ 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સુશાંત સિંહ રાજપુતે ફિલ્મો, જાહેરાતો અને રોકાણના આધારે કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

બોલિવૂડના બીજા સેલિબ્રિટિઝની જેમ સુશાંત પણ મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં આલીશાન ઘરમાં રહેતો હતો. તેને કાર અને બાઈકનો બહુ જ શોખ હતો. તે માટે તેની પાસે કાર્સની પુરી ફ્લીટ હતી. આમાં મસેરાટી ક્વોટરપોર્તે, લેન્ડ રોવર રેંજ એસયૂવી, બીએમડબલ્યૂની 1300 આર બાઈક અને બીજી ઘણી ગાડી સામેલ છે. તેની દરેક ફિલ્મ કમાણીનો નવો રેકોર્ડ બનાવી રહી હતી. એવામાં તેની ફીમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. બોલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલા તેણે ઘણાં ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

બિહારના પટનામાં 21 જાન્યુઆરી 986ના રોજ જન્મેલા સુશાંત સિંહ રાજપુતે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત 2013માં કરી હતી. તેણે 2013માં રીલિજ થયેલી પહેલી ફિલ્મ ‘કાઈ પો’ છેથી શાનદાર અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તે ભણવામાં બહુ જ હોશિયાર હતો. તેણે ફિઝિક્સનો નેશનલ ઓલ્મપિયાડ પણ જીત્યો હતો. તેણે એક્ટિંગ કરિયરને આગળ વધારવા મટે એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો કોર્ષ જ પૂર્ણ કર્યો હતો. તે દિલ્હી કોલેજ ઓફ એન્જીનિયરિંગમાંથી અભ્યાસ કર્યો હતો.

સુશાંત સિંહ શિવનો બહુ જ મોટો ભક્ત હતો. તે ઘણીવાર સોશિયલ મીડિયાના પેજ પર શિવનો ફોટો પોસ્ટ કરતો રહેતો હતો. ઓમ અને તેની ધ્વનિ અંગે પણ તે ઘણીવાર વાતો કરતો હતો.

સુશાંતે ચાંદ, તારા, સૂરજ અને બ્રહ્માંડ વિશે વાત કરવાનું બહુ જ પસંદ હતું. તે તેના પ્રત્યે બહુ જ આકર્ષિત હતો. સુશાંતે એક મોંઘું ટેલીસ્કોપ Meade 14″ LX600 પણ ખરીદ્યું હતું જેના વિશે તેણે સોશિયલ મીડિયામાં પણ કહ્યું હતું. તેણે તે ટેલીસ્કોપને દુનિયાના મોસ્ટ એડવાન્સ ટેલિસ્કોપ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તે તેની મદદથી સેટર્નની રિંગ્સ જોશે.

You cannot copy content of this page