Only Gujarat

Bollywood

સુશાંતની માતા દીકરાને લઈને હંમેશા એક જ ગીત ગાતી- ‘પાપા કહેતે હૈ બડા નામ કરેંગા’

પટના: એક્ટર સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. આ દુ:ખદ સમાચાર સાંભળી સુશાંતના પરિવારજનો અને સંબંધોઓ શોકમગ્ન થઈ ગયા છે. સુશાંતના મોતના સમાચાર આવતાં જ બિહારના પટના સ્થિત તેના પિતાના ઘરે લોકોની ભીડ ઉમટી પડી હતી. સુશાંતના પિતા ભાંગી પડ્યા છે. સુશાંતની માતા ઉષાસિંહનું 2002માં નિધન થયું હતું. પત્નીના મોત પછી પિતા કે કે સિંહ દીકરા સુશાંતના સાહરે જીવી રહ્યા હતા, હવે તેણે પણ વૃદ્ધાવસ્થામાં પિતાનો સાથ છોડી દીધો છે.

અનેક માનતાઓ પછી પેદા થયો હતો સુશાંત
સુશાંત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. પટનામાં સુશાંતના ઘરની બાજુમાં રહેતી અને પરિવારની નજીકની અંજલી પાઠકે જણાવ્યું હતું કે ચાર દીકરી થયા બાદ દીકરા માટે સ્વ. ઉષાસિંહે કેટલાંય મંદિરોમાં માનતા માની હતી. સુશાંતની મોટી બહેન મારી સહેલી છે. મને તો વિશ્વાસ નથી આવતો કે સુશાંત આવું પગલું ભરી શકે છે. સુશાંતને મેં નાનપણમાં ખોળામાં બેસાડીને જમાડ્યો છે. તે મને દીદી કહેતો હતો. અમે બધા સાથે રમતા હતા. તે મારા પુત્ર-પુત્રીઓ સાથે ક્રિકેટ રમતો હતો.

ભણવામાં ખૂબ હોંશિયાર હતો સુશાંત
સુશાંતની પાડોશી અંજલી પાઠકે વધુમાં જણાવ્યું હતું કે સુશાંત ભણવામાં ખૂબ હોંશિયાર હતો. સુશાંતના પિતા તેને સ્કૂલ મૂકવા જતા હતા. સુશાંતના ઘરનું નામ ગુલશન છે. ફિલ્મ સ્ટાર બન્યા છતાં તેના વ્યવહારમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. તે પહેલાં કરતાં થોડોક શાંત થઈ ગયો હતો. આઠ મહિના પહેલાં તે ઘરે આવ્યો હતો ત્યારે મને મળ્યો હતો. મને પગે લાગી મારા આશીર્વાદ લીધા હતા. (તસવીરમાં સુશાંતના પટના સ્થિત મકાનની બાજુમાં રહેતા અંજલી પાઠક)

માતા ઉષાસિંહ કહેતી કે મારો દીકરો મોટું નામ કમાશે
અંજલી પાઠકે કહ્યું કે ઉષાસિંહે સુશાંતે ખૂબ લાડ-પ્રેમથી ઉછેર્યો હતો. તે હંમેશા એક ફિલ્મ ગીત ગાતી હતી કે ‘‘પાપા કહેતે હૈ એસા કામ કરેગા…બેટા હમારા નામ કરેગા…’’. સુશાંતને પણ આ ગીત ખૂબ પસંદ હતું. તે પણ આ ગીત ગાતો હતો. માતાના સપનાને સુશાંતે ફિલ્મ સ્ટાર બનીને પૂરું કર્યું હતું. 2002માં બ્રેઈન હેમરેજથી ઉષાસિંહનું નિધન થયું હતું.

સુશાંત એવા લોકોમાંથી નથી કે મુશ્કેલીમાં હાર માની લે
અન્ય એક પાડોશી વિશાલસિંહે જણાવ્યું હતું કે સુશાંત ખૂબ સમજદાર હતો. તેના આ રીતના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં આવી ગયો છું. દીલ કહે છે કે તે આવું કરી શકે નહીં. તે ખૂબ હિંમતવાન હતો. તે એવા લોકોમાંથી નથી કે મુશ્કેલી આવવાથી હાર માની લે. એવું શું થયું કે તેણે આવું પગલું ભર્યું તેની તપાસ થવી જોઈએ.

You cannot copy content of this page