Only Gujarat

National TOP STORIES

માતાના પેટમાં હતો ને બાપનું નિધન, માએ શરાબ વેચીને દીકરાને બનાવ્યો IAS અધિકારી

IAS રાજેન્દ્ર ભરુદની કહાણી સાંભળી તમને ચોક્કસ વિશ્વાસ થશે કે, જે લોકો મહેનત કરે છે તે ધારે તેવી સફળતા મેળવી શકે છે. રાજેન્દ્ર ભરુદ એક ગરીબ પરિવારથી આવે છે. તેમની માતાએ એકલા જ પરિવારને સંભાળ્યો અને બાળકોનું ભરણપોષણ કરવાનો ખરચો પણ ઉઠાવ્યો હતો. આજે તેમણે જે મુકામ હાંસલ કર્યું છે તેની પાછળ મહેનત અને માનો હાથ છે.

મહારાષ્ટ્રના સકરી તાલુકાના સામોડા ગામમાં જન્મેલા રાજેન્દ્ર ભરુદ જ્યારે પોતાની માની કૂખમાં હતાં. ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ઘરની દરેક જવાબદારી તેમની માતા પર આવી ગઈ હતી. તેમની માતાએ દારુ વેંચીને પરિવારનું ભરણપોષણ કર્યું હતું. રાજેન્દ્ર ભરુદ પોતાની મા સાથે ઝુંપડીમાં રહેતાં હતાં અને દિવસ રાત માત્ર અભ્યાસ જ કરતાં હતાં. તેમનું એક જ સપનું હતું કે અધિકારી બની જાય.

રાજેન્દ્ર મુજબ તે એકવાર પણ તેમના પિતાને જોઈ શક્યો નહોતા. ઘરમાં ગરીબી એટલી હતી કે, તેમની પાસે પિતાનો એક ફોટો પણ નહોતો. બાળપણમાં આર્થિક તંગીમાંથી પરિવાર પસાર થયો હતો. માએ મુશ્કેલીઓ વચ્ચે ભરણપોષણ કર્યું હતું. રાજેન્દ્ર મુજબ, મા દેશી દારુ વેચીને ત્રણેય બાળકોનું ભરણપોષણ કરતી હતી. ઘણીવાર ભૂખ લાગે ત્યારે ચૂપ કરાવવા માટે મા અને દાદી ઘણીવાર દારુના એક બે ટીપા પીવડાવી દેતાં હતાં.

રાજેન્દ્ર ભારુદ પહેલાંથી જ અભ્યાસમાં હોંશિયાર હતો અને તેમણે પ્રાઇમરી શિક્ષણ જિલ્લા પરિષદ સ્કૂલથી કર્યું છે તે અભ્યાસમાં સારો હતો એટલે સ્કૂલના શિક્ષકે તેમની માને કહ્યું કે, તેમને કોઈ સારી સ્કૂલમાં મૂકી દે. જે પછી રાજેન્દ્રની માએ શિક્ષકોની વાત માની ગામથી દોઢ કિલોમીટર દૂર જવાહર નવોદય વિદ્યાલયમાં રાજેન્દ્રનું એડમિશન કરાવ્યું હતું.

એક સાક્ષાત્કારમાં તેમણે જણાવ્યું કે, તે પોતાના નાના ઝૂંપડાના એક ચબૂતરા પર બેસીને ભણતાં હતાં. મા પાસે જ્યારે લોકો દારુ ખરીદવા આવતાં હતાં ત્યારે તે સ્નેક્સ અને સોડા સહિત તેમની પાસે મંગાવતા હતાં. જેના બદલામાં તે રૂપિયા આપતાં હતાં. આ રૂપિયાથી જ તે રાજેન્દ્રને પુસ્તક ખરીદીને આપતાં હતાં.

12માં ધોરણ પાસ કર્યા પછી તેમણે મેડિકલના પ્રવેશની પરીક્ષા આપી હતી. જે પાસ કર્યા પછી તેમણે સેઠ જી એસ મેડિકલ કોલેજ, મુંબઈમાં એડમિશન લીધું હતું. વર્ષ 2011માં તેમણે બેસ્ટ સ્ટૂડન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતાં. રાજેન્દ્રની માતા તેમને અધિકારી તરીકે જોવા માગતાં હતાં. એટલે તેમણે ડૉક્ટરની સ્ટડી પછી UPSCની તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.

પહેલાં પ્રયત્નમાં જ રાજેન્દ્રએ IPSની નોકરીમાં સફળતાં હાંસલ કરી લીધી હતી. પણ તેમનું સપનું IAS બનવાનું હતું. તેમણે બીજા પ્રયત્નમાં પોતાના આ સપનાને પુરુ કરી લીધું અને વર્ષ 2013માં IAS અધિકારી બનવામાં સફળ થયાં હતાં.

રાજેન્દ્રએ પોતાના જીવનના સંઘર્ષ પર એક બૂક પણ લખી છે. જેનું નામ સપનાની ઉડાન છે. આ પુસ્તકમાં રાજેન્દ્રેએ લખ્યું છે કે, જ્યારે તેમણે પોતાની માને કહ્યું કે, તે IAS બની ગયો છે. ત્યારે માને ખબર નહોતી કે IAS શું હોય છે. પમ માની આંખમાંથી ખુશીના આંસુ હતાં. આ સમયે રાજેન્દ્ર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં જિલ્લા અધિકારી તરીકે કાર્યરત છે અને દેશને પોતાની સેવા આપી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page