એક સમયે આ એક્ટ્રેસના હતાં લાખો દિવાના, આજે કલાકો સુધી લાઈનમાં ઊભી રહી કોઈએ ઓળખી સુદ્ધાં નહીં!

મુંબઈઃ ફિલ્મ ‘દામિની’થી લોકપ્રિય થયેલા મિનાક્ષી શેષાદ્રી હાલમાં તો અમેરિકામાં પતિ તથા બે સંતાનો સાથે રહે છે. મિનાક્ષીનો પતિ હરિશ બેંકર છે અને તેને દીકરી કેન્દ્રા તથા દીકરો જોશ છે. અમેરિકામાં મિનાક્ષી ડાન્સ ક્લાસ ચલાવે છે. હાલમાં જ મિનાક્ષી લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે આઠ-આઠ કલાક લાઈનમાં ઊભી રહી હતી અને તેને અહીંયા કોઈએ ઓળખી પણ નહીં.


ટ્વીટ કરીઃ
મિનાક્ષીએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે તે કલાકો સુધી લાઈનમાં ઊભી રહી છે. જોકે, તેને નવાઈ એ વાતની લાગી કે આટલા કલાકો ઊભા રહ્યા બાદ પણ તેને કોઈએ ઓળખી નહીં. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે તે છેલ્લાં છ કલાકથી રાહ જોઈ રહી છે.


બીજી ટ્વીટમાં આ વાત કહી
મિનાક્ષીએ બીજી ટ્વીટ કરીને કહ્યું હતું, તેણે ખોટી ગણતરી કરી હતી. તે છેલ્લાં 8 કલાકથી રાહ જોઈ રહી છે પરંતુ તેને કોઈએ ઓળખી નહીં. આ અમેરિકા છે. મિનાક્ષીની આ ટ્વીટ ઘણી જ વાયરલ થઈ છે.


ઝારખંડમાં જન્મ
મિનાક્ષીનો જન્મ 16 નવેમ્બર, 1963ના રોજ ઝારખંડના સિંદરીમાં થયો હતો. તમિળ પરિવારમાં જન્મેલી મિનાક્ષીને ભરતનાટ્યમથી કત્થક સુધી ચાર પ્રકારના ક્લાસિકલ ડાન્સમાં ફાવટ છે. મિનાક્ષીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →