Only Gujarat

FEATURED Sports

યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનાશ્રી હનીમૂન મનાવવા પહોંચ્યા દુબઈ પણ…..

ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનગર યુઝવેન્દ્ર ચહલ ફેમસ કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્મા લગ્નગ્રંથીથી જોડાયા હતાં. ત્યાર બાદ બન્ને હાલ દુબઈમાં જ પોતાનું હનીમુન મનાવી રહ્યાં છે. આઈપીએલ દરમિયાન આ કપલે દુબઈમાં બહુ જ સમય એક-બીજાની સાથે વિતાવ્યો હતો. હાલમાં જ બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હનીમૂનની તસવીરો શેર કરી હતી. પરંતુ ચહલ-ધનાશ્રીના હનીમૂન પર તેમની સાથે કોઈ અન્ય યુવતી પણ જોવા મળી હતી. જેની તસવીર ધનાશ્રીએ પોસ્ટ કરી હતી જે જોઈને ચાહકો પહેલા તો વિચારમાં પડી ગયા હતાં.

લગ્ન બાદ યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા સતત પોતાના સોશિયલ મીડિયા પજ પર તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે. જે બહુ જ ચર્ચામાં છે.

હાલમાં જ ધનાશ્રીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી એક તસવીર શેર કરી હતી, જે બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જોકે આ તસવીરમાં ચહલ ધનાશ્રીની સાથે કોઈ ત્રીજી યુવતી પણ જોવા મળી રહી છે. બ્લૂ કલરના ડ્રેસ પહેરીને અને આંખોમાં ચશ્મા પહેરીને દુબઈની સીસર બ્લૂ વોટરમાં આ યુવતીચહલ-ધનાશ્રીની સાથે પોતાની સેલ્ફી લેતી જોવા મળી હતી.

આ સાથે જ ચહલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના હનીમૂની તસવીરો શેર કરતાં લવ ઈમોજી બનાવી હતી. બન્નેની આ તસવીર પર હજારો લોકોએ પોતાનું રિએક્શન આપ્યું હતું. ઘણાં ચાહકો આ કપલના ભરપૂર વખાણ કરી રહ્યું છે તો ઘણાં લોકો ચહલને પુછી રહ્યાં છે કે, તમે મેચ કેમ નથી રમતા? આ તસવીરને મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પણ લાઈક કર્યો હતો.

ધનાશ્રીએ પોતાના પતિને જોતા જ પોતાની તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે એનિમલ પ્રિન્ટવાળી નાનો ડ્રેસ પહેરીને બહુ જ સ્ટાઈલિશ જોવા મળી રહી છે. હાથોમાં ચૂડો અને મહેંદી નવી દુલ્હનની શોભા વધારી રહી છે.

આ પહેલા ન્યુલી વેડ કપલે ઈન્સ્ટા સ્ટોરી પર હનીમૂન પર જવાની જાણકારી આપી હતી. ચહલે ધનાશ્રીની સાથે ફ્લાઈટની અંદરની તસવીર શેર કરી હતી જેમાં ચહલની પત્ની બહુ જ ખુશ જોવા મળી હતી.

યુઝવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બરે પ્રખ્યાત કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રીની સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના 3 દિવસ પછી બન્ને પોતાના હનીમૂન મનાવવા માટે નિકડી પડ્યાં હતાં તેમણે હનીમૂનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

You cannot copy content of this page