Only Gujarat

Sports

મહેન્દ્ર સિંહે હવે મુંબઈમાં ખરીદ્યું ઘર, નિવૃત્તિ લીધા પણ છે અબજોની સંપત્તિનો માલિક

ટીમ ઈંડિયાને બે-બે વિશ્વકપ અપાવનારા ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની મુંબઈ શિફ્ટ થવાના છે. આ વાતનો ઈશારો તેની પત્ની સાક્ષીસિંહ ધોનીએ કર્યો છે. સાક્ષીએ સોશિયલ મીડિયામાં પોતાના નવા ઘરની એક ઝલક ફેન્સની સાથે શેર કરી છે.

સાક્ષીએ તેના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો પોસ્ટ કરતાં લખ્યુ, અમારું નવું ઘર

આ નિર્માણાધીન ઘર મુંબઈમાં છે, માનવામાં આવી રહ્યુ છેકે, ધોની પરિવારની સાથે મુંબઈમાં શિફ્ટ થઈ જશે.

મીડિયા રિપોર્ટ મુજબ, માહી ધોની એન્ટરટેઈનમેન્ટ નામથી પ્રોડક્શન કંપની શરૂ કરવા જઈ રહ્યો છે, જેની મેનેજીંગ ડાયરેક્ટર સાક્ષી પોતે રહેશે. જોકે, આ વિશે ધોની કે સાક્ષી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

ધોનીની વાત કરીએ તો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. જોકે, IPLમાં તેઓ હજી પણ ચેન્નાઈ સુપરકિંગ્સની તરફથી રમે છે.

રિટાયર થયા બાદ પણ ધોનીની બ્રાંડ વેલ્યૂ ઓછી થઈ નથી.

CAknowledge.com મુજબ, MSધોનીની પાસે કુલ 760 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ધોનીને ચેન્નાઈ સુપરકિંગ્સ ઈલેવન તરફથી દર વર્ષે 15 કરોડ રુપિયા ફી તરીકે મળે છે. સાથે જ ધોની એન્ડોર્સમેન્ટમાંથી પણ મોટી કમાણી કરે છે.

કેટલાંક મીડિયા રિપોર્ટસ મુજબ, ધોની રાંચીમાં પોલ્ટ્રી ફાર્મનું કામ પણ શરૂ કરવાના છે. કહેવામાં આવી રહ્યુ છેકે, 2000 મુર્ગીઓનું બુકિંગ પણ કરી દીધુ છે.

You cannot copy content of this page