Only Gujarat

Sports TOP STORIES

ક્રિકેટર કુનાલ પંડ્યા પાસે મળી લાખો રૂપિયાની ઘડિયાળ, એરપોર્ટ પર અટકાયત

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમનારા ક્રિકેટર ક્રૃણાલ પંડ્યાને મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પૂછપરછ માટે અટકાવી દેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,તેની પાસે નક્કી કરેલી માત્રા કરતાં વધારે સોનું મળી આવ્યુ છે. અત્યારે કસ્ટમના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. અધિકારીઓ આટલું સોનું હોવાના કાગળો માંગી રહ્યા છે.

એક વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહેતા લોકો 50 હજાર રૂપિયા સુધીનું સોનું ભારતમાં ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. તો, મહિલાઓને આ છૂટ એક લાખ રૂપિયા સુધીની છે. મહિલાઓ એક લાખ રૂપિયા સુધીના ડ્યુટી ફ્રી સોના લઇને ભારત આવી શકે છે. ડ્યુટી ફ્રીની શરતો ફક્ત ગોલ્ડ જ્વેલરી પર જ લાગુ પડે છે. સોનાના સિક્કા અને બિસ્કીટ ઉપર ડ્યુટી ચૂકવવી પડે છે.

કંગન અને મોંઘી ઘડિયાળો મળી
ડીડીઆર સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃણાલની પાસે જાહેર ન કરેલાં સોનામાં 2 સોના કંગન, કેટલીક મોંઘી ઘડિયાળો અને કેટલોક કિંમતી સામાન મળી આવ્યો છે. જેનું ક્રિકેટરે ડિક્લેરેશન કર્યુ ન હતુ.

IPLમાં અત્યાર સુધીમાં 55 મેચ રમી છે
ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ વર્ષ 2016 માં આઈપીએલની શરૂઆતથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. કૃણાલે અત્યાર સુધીમાં 55 મેચ રમી છે અને 891 રન બનાવ્યા છે. આ સિવાય અત્યાર સુધીમાં 40 વિકેટ લીધી છે. આઈપીએલમાં કૃણાલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86 છે, જ્યારે શ્રેષ્ઠ બોલિંગના આંકડા 3/14 છે.

જણાવી દઈએ કે, આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી હતી અને સતત બીજી વાર ટાઇટલ જીત્યું હતું. આઈપીએલ પછી 25 સભ્યોની ટીમ ભારત ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ, જ્યારે બાકીના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા.

You cannot copy content of this page