Only Gujarat

Business TOP STORIES

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી કરતાં પણ વધારે છે આ આમની સેલેરી

કોર્પોરેટ સેક્ટરમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓને વધુ પગાર આપવામાં આવે છે. એટવો પગાર સરકારી અધિકારીઓને મળતો નથી. આજે ભારત જ નહીં, એશિયાના સૌથી ધનિક વ્યક્તિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી માનવામાં આવે છે. માત્ર એટલું જ નહી, તે વિશ્વના સૌથી ધનિક લોકોમાં 9માં ક્રમે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, HDFC બેંકના એમડી અને સીઈઓ આદિત્ય પુરી મુકેશ અંબાણી કરતા વધુ પગાર ધરાવે છે. HDFC બેંકએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે.

કેટલો છે આદિત્ય પુરીનો પગાર
પાછલા નાણાકીય વર્ષમાં આદિત્ય પુરીને પગાર રૂપે 18.9 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે, મુકેશ અંબાણીને વાર્ષિક પગાર તરીકે રૂ .15 કરોડ મળ્યા. મુકેશ અંબાણી છેલ્લા 12 વર્ષથી સમાન પગાર મેળવે છે. આ વર્ષે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે, તેઓએ પગાર નહીં લેવાનું નક્કી કર્યું છે.

નાણાંકીય વર્ષ 2018-19માં પગાર 13.7 કરોડ હતો
આદિત્ય પુરીનો વાર્ષિક પગાર નાણાકીય વર્ષ 2018-19માં 13.7 કરોડ હતો. આ રીતે, તેમના પેકેજમાં એક વર્ષમાં 38 ટકાનો વધારો થયો છે. તેમણે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 161 કરોડના શેર રિડીમ કરાવ્યા હતા. આમ, તેમને કુલ 180 કરોડ રૂપિયા મળી ગયા.

શરૂઆતથી જ છે HDFCની કમાન
HDFC બેંકની શરૂઆતની સાથે જ તેની કમાન આદિત્ય પુરીના હાથમાં છે. તે દેશની સૌથી મોટી ખાનગી બેંક છે. તેને આ ઉંચાઇ પર લઈ જવાનો શ્રેય આદિત્ય પુરીને જાય છે. આદિત્ય પુરી આ વર્ષે 26 ઓક્ટોબરે નિવૃત્ત થશે. ત્યારે તેમની ઉંમર 70 વર્ષની થઈ જશે.

HDFCને બનાવી સૌથી મોટી બેંક
HDFC બેંકની શરૂઆત 1995માં માત્ર એક શાખાથી થઈ હતી. પુરી શરૂઆતથી તેની સાથે સંકળાયેલા હતા. તેમના કાર્યકાળમાં જ HDFC ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક બની હતી.

હાંસલ કરી ઘણી સિદ્ધિઓ
HDFC બેંકે આદિત્ય પુરીના નેતૃત્વમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. આદિત્ય પુરીએ બેંકની એસેટ ક્વોલિટી જાળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે HDFC બેંકની માર્કેટ કેપ 5.7 લાખ કરોડ છે. બેંકની કુલ નોન પરફોર્મિંગ એસેટ (NPA) 1.26 ટકા છે, જે બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી ઓછી છે.

ટોપ બેંકર માનવામાં આવે છે
આદિત્યપુરીની ગણતરી દેશનાં ટોપ બેંકર્સમાં થાય છે. બેંકમાં તેમના લગભગ 78 લાખ શેર છે. તેમની કિંમત આશરે 804 કરોડ રૂપિયા છે.

SBIના ચેરમેનની કેટલી સેલેરી
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના અધ્યક્ષ રજનીશ કુમારે નાણાકીય વર્ષ 2019-20માં 31.2 લાખ રૂપિયા પગાર મેળવ્યો હતો. જેમાં 27 લાખ રૂપિયાના બેઝિક પગાર અને 4.2 લાખ રૂપિયાના ડી.એ સામેલ છે. ભારતીય સ્ટેટ બેંક એ દેશની સૌથી મોટી સરકારી બેંક છે.

You cannot copy content of this page