Only Gujarat

National TOP STORIES

દેશના કોઈ પણ ખૂણામાં ફસાયા છો અને તમે તમારા ઘરે પહોંચવા માંગો છો તો આ રીતે પહોંચો?

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને આવવા-જવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે, દેશભરમાં ફસાયેલા મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને તેમના પરિવારો માટે તેમના ઘરે પહોંચવાનો માર્ગ સરળ થઈ ગયો છે. તો ચાલો 10 મુદ્દાઓમાં સમજીએ કે જો તમે પણ દેશના કોઈ પણ ખૂણામાં ફસાઈ ગયા છો અને તમારા ઘરે પહોંચવા માંગો છો, તો તમારે શું કરવાનું છે.

1. સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે કેન્દ્ર સરકારે ફસાયેલા લોકોને આવવા-જવાની મંજૂરી આપી નથી, પરંતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તમને લાવવાની અને લઈ જવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે જો તમે ક્યાંક અટવાઇ ગયા છો, તો પછી તમે જાતે ઘરે જવાની વ્યવસ્થા કરી શકતા નથી.

2. આદેશ મુજબ, જો તમે તમારા રાજ્યની બહાર બીજા રાજ્યમાં ફસાયેલા છો, તો તમારે તમારા રાજ્ય દ્વારા મોકલેલી બસોની રાહ જોવી પડશે.

3. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારો તેમના નાગરિકોને બસો દ્વારા લાવી શકે છે અથવા તેઓ અન્ય રાજ્યોના નાગરિકોને ત્યાંની બસોમાં મોકલી શકે છે.

4. ધ્યાનમાં રાખો કે, તમારી અવર-જવર માટે ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે નહીં.એટલે કે, તમે ફક્ત બસ અને તે પણ રાજ્ય સરકારો દ્વારા ગોઠવાયેલી બસો પર જ આધાર રાખશો.

5. જો તમારા ગૃહ રાજ્યની સરકાર તમને બસો મોકલવાનું નક્કી કરે છે, તો તમારે સ્થાનિક નોડલ ઓથોરિટી શોધવી પડશે જ્યાં તમે ઘરે જવા માટે નોંધણી કરાવી શકો. જીહા, આ હુકમની નકલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર નોડલ ઓથોરિટી દ્વારા જવાવાળા લોકોની નોંધણી કરશે.

6. એક વાત સમજી લો કે જો તામરામાં કોરોના સંક્રમણથી થનારી બિમારીનાં એક પણ લક્ષણ નથી, તો જ તમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. તમારું સ્વાસ્થ્ય સારું છે, તેની તપાસ તમે નોંધણી કરાવશો ત્યારે કરવામાં આવશે.

7. તપાસ દરમિયાન તંદુરસ્ત મળ્યા પછી તમને ઘરે જવા દેવાશે. તમને તમારા રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી બસમાં અથવા જ્યાં છો ત્યાંની સરકાર તરફથી તમારા રાજ્યમાં જતી બસમાં બેસાડવામાં આવશે.

8. બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું પડશે. એટલે કે, ત્યાં પણ તમારે બીજી વ્યક્તિથી દૂર બેસવું પડશે અને મુસાફરી દરમિયાન કોઈની સાથે બેસવાનું કે વાતચીત કરવાની રહેશે નહી.

9. જો તમે વિચારી રહ્યા છો કે એકવાર તમે ઘરે પહોંચશો, તો તમે લોકોને મળી શકશો, તો આ ગેરસમજને તમારા મગજથી દૂર કરો. બસમાંથી ઉતરતાની સાથે જ તમારા સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે, જો બધું બરાબર હશે, તો તમને થોડા દિવસ ઘરમાં ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવશે. તમને ઘરે રહેવાની છૂટ મળશે પરંતુ પરિવારના સભ્યોથી અંતર રાખીને રહેવું પડશે.

10. જો બસમાંથી નીચે ઉતર્યા પછી સ્વાસ્થ્ય તપાસમાં કંઇક ગડબડી લાગશે, તો તમને ત્યાંથી જ સીધા હોસ્પિટલ અથવા અન્ય આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે.સમય સમય પર તમારી તપાસ કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page