Only Gujarat

National

ગેસ્ટહાઉસના સ્ટાફને શંકા જતા બોયફ્રેન્ડ પાસે સૂટકેસ ખોલાવી, અંદરનું દૃશ્ય જોઈ બધા હચમચી ગયા

એક કંપારી છૂટાવી દેતો હીચકારો બનાવ સામે આવ્યો છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાને જન્મદિવસના બહાને ગેસ્ટહાઉસમાં બોલાવી હતી. કેક કાપીને જન્મદિવસ પણ મનાવ્યો હતો. પછી પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો. તેણે તકિયાથી ગર્લફ્રેન્ડનું મોંઢુ દબાવીને હત્યા કરી હતી. યુવાન પ્રેમિકાની લાશને સૂટકેસમાં ભરીને નિકાલ કરવા જતો હતો ત્યારે ગેસ્ટહાઉસના સ્ટાફને શંકા ગઈ હતી. જેથી સૂટકેસ ખોલવામાં આવતા હાજર સૌ કોઈનો મોતિયા મરી ગયા હતા. સૂટેકસમાં લાશને વાળીને પેક કરવામાં આવી હતી. આ દૃશ્ય જોનારા હચમચી ગયા હતા.

આ રુંવાટા ઉભા કરી દેતો બનાવ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાનો છે. અહીંના પિરાન કલિયર સ્થિત એક ગેસ્ટહાઉસમાં ગુલશેર ઉર્ફે ગુલબેજ નામનો યુવાન રમસા અંન્સારી નામની યુવતીને સ્કૂટીમાં બેસાડીને ગેસ્ટહાઉસમાં રોકાવા આવ્યો હતો. થોડીવાર પછી યુવાન ગુલશેર જ્યારે હોટેલમાંથી બહાર નીકળ્યો તો તે સૂટકેસ સરખી રીતે ઉઠાવી નહોતો શકતો. તેના કારણે ગેસ્ટહાઉસના સ્ટાફને શંકા ગઈ હતી.

સૂટકેસ ખોલાતા જ…
શંકા બાદ ગેસ્ટહાઉસના સ્ટાફે યુવાનને પકડી લીધો હતો. હાજર ગેસ્ટહાઉસના માલિકે યુવાન ગુલશેરને પકડીને સૂટકેસ ખોલાવી હતી. સૂટકેસ ખોલતાં જ તેમાં રમસા અંન્સારી નામની યુવતીની લાશ મળી આવી હતી. આ અંગેની જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં યુવાને યુવતીએ આત્મહત્યા કર્યાની વાર્તા ઘડી હતી. જોકે કડક પૂછપરછમાં તેણે યુવતીની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી.

આઠ વર્ષથી હતો પ્રેમસંબંધ
આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેના અને રમસા વચ્ચે છેલ્લા આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવાન લગ્ન માટે દબાણ કરતો હતો પણ રમસાનો પરિવાર આ માટે રાજી નહોતો. રમસાએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવનો ઈનકાર કરી લીધો હતો.

ગર્લફ્રેન્ડના જન્મદિવસે જ તેની હત્યાનો પ્લાન ઘડ્યો
રમસાએ લગ્નની ના પાડતા પ્રેમી ગુલશેરે તેના બર્થ-ડેના દિવસે હત્યાનો પ્લાન બનાવ્યો હતો.ગુરૂવારે તેણે પ્રેમિકાને કોલ કરીને જન્મદિવસ ઉજવવા માટે મનાવી લીધી હતી. પ્રેમિકાને સ્કૂટીમાં બેસાડી તે ગેસ્ટહાઉસમાં લાવ્યો હતો. અહીં તેણે પહેલા પ્રેમિકાની કેક કાપી હતી. તક મળતાં જ તેણે તકિયાથી પ્રેમિકાનું મોઢું દબાવીને બેરહમીથી હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને સૂટકેસમાં પેક કરીને કેનાલમાં ફેંકવા જતો હતો ત્યારે ગેસ્ટહાઉસના સ્ટાફે તેને પકડી લીધો હતો

યુવતી બીકોમ કરી હતી
પોલીસ અધિકારી પ્રેમસિંહ ડોબાલે જણાવ્યું હતું કે આરોપીના સ્કૂટીમાંથી એક છરી અને અન્ય સામાન મળ્યો છે. 22 વર્ષયી રમસા ભગવાનપુરમાં એક કોલેજમાં બીકોમ કરી હતી હતી. પોલીસે આરોપીએ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page