Only Gujarat

FEATURED Sports

જીતની ઉજવણીમાં નીતા અંબાણી ભૂલ્યા ભાન ને કરી નાખી આવડી મોટી ભૂલ!

મુંબઈઃ આઈપીએલ 2020માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રેકોર્ડ બ્રેક પાંચમી વાર ટાઈટલ જીતવામાં સફળ રહી. આ સમયે ટીમની ઓનર નીતા અંબાણીએ જીતની ઉજવણી દરમિયાન એક ભૂલ કરી હતી. જોકે આ ભૂલ સમજાતા તાત્કાલિક માફી પણ માગી હતી. વાસ્તવમાં મેચ બાદ ડીકોક અને કુલ્ટર નાઈટ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને ઈન્ટરવ્યૂ આપી રહ્યાં હતા અને તે લાઈવ જઈ રહ્યું હતું. અચાનક નીતાએ ડીકોકને અવાજ આપ્યો અને ઈન્ટરવ્યૂ અધવચ્ચે અટકી પડ્યો. જોકે ઈન્ટરવ્યૂ ચાલુ હોવાનું ખબર પડતા જ તેઓ દૂર જતા રહ્યાં અને તમામ લોકો હસવા લાગ્યા હતા.


દ.આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ડીકોકે કહ્યું કે,‘કોરોના કાળમાં પરિવારથી દૂર રહેવું મુશ્કેલ હતું, પરંતુ ચેમ્પિયન ટીમનો ભાગ બનની સારું લાગી રહ્યું છે. સપોર્ટ સ્ટાફની મદદ વગર આ શક્ય નહોતું.’ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને હરાવી ટાઈટલ ડિફેન્ડ કર્યું અને 5મી વખત ચેમ્પિયન બની. મુંબઈની સફળતાના કારણે જ પોલાર્ડે તેને વિશ્વની સૌથી સર્વશ્રેષ્ઠ ટી-20 ટીમ બતાવી છે.


ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ જણાવ્યું કે,‘ઘણું શ્રેય અમારી તૈયારીઓને જાય છે. અમે અહીં એક મહિના અગાઉ આવ્યા હતા અને તમામ પ્લેયર્સ પોતાની ભૂમિકા વિશે જાણતા હતા. દરેક ખેલાડી રમવા માટે પોતાની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં હતો.’ બીજી તરફ હાર્દિક પંડ્યા પીઠની ઈજામાંથી કમબેક બાદ આ સિઝનમાં બોલિંગ કરી શક્યો નહોતો પરંતુ તે પોતાની ભૂમિકા અને પ્રદર્શનથી ખુશ છે. તેણે કહ્યું કે,‘હું બોલિંગ ના કરવાના વિષય પર ચિંતિત નથી. મે માત્ર બેટિંગની મજા માણી. મારી માટે આ એક તક સમાન સિઝન હતી. તમામ બાબતો તૈયારી પર આધારિત છે. અમે સારું પ્રદર્શન કરવા અને સતત સુધારા કરવા પર ધ્યાન આપ્યું.’

ઝડપી બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે, તે પ્રારંભથી લયમાં હતો ભલે તેણે શરૂઆતની અમુક મેચમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે,‘પ્રથમ મેચથી જ મને લાગતું હતું કે મે લય મેળવી લીધી છે. એબી ડીવિલિયર્સ અને કોહલી સામે સુપર ઓવર નાંખવા પર મારો આત્મવિશ્વાસ વધ્યો. મે ફોક્સ જાળવી રાખ્યું અને બેઝિક્સ પર ધ્યાન આપ્યું.’

સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે,‘તૈયારીઓ, પ્રક્રિયા અને રૂટિન મહત્ત્વપૂર્ણ હોય છે. તમારે ટેલેન્ટનું પ્રદર્શન કરવાનું રહે છે. (રોહિત સામે રનઆઉટ થવા પર..) ત્યારે હું સારી લયમાં હતો. ઈનિંગ્સ બિલ્ડ કરી રહ્યો હતો. જોકે મને આઉટ થવાનું દુઃખ નથી.’ઈશાન કિશને કહ્યું કે,‘પ્રામાણિકતાથી કહું તો હું આ સિઝનમાં સારી સ્થિતિમાં નહોતો જોવા મળ્યો. મે પંડ્યા બ્રધર્સ સાથે વાત કરી અને પોતાની ફિટનેસ તથા ઓફ સાઈડ ગેમ પર વધારે કામ કર્યું.’

ફાઈનલ મેચમાં ના રમી શકનારા રાહુલ ચાહરે કહ્યું કે,‘મારું ના રમવું એ મહત્ત્વપૂર્ણ વાત નથી, ટાઈટલ જીતવું છે. મને સારું લાગ્યું કે મે ટીમને ટાઈટલ સુધી પહોંચવામાં યોગદાન આપ્યું.’ રાહુલના સ્થાને રમનાર જયંત યાદવે જણાવ્યું કે,‘સતત 2 વર્ષ ચેમ્પિયન ટીમનો ભાગ બનવાનો અનુભવ શાનદાર છે. આ અમારી ટીમની તાકાત દેખાડે. આ સંપૂર્ણ સિઝનમાં કરેલા પ્રયાસોનું પરિણામ છે.’

You cannot copy content of this page