Only Gujarat

Bollywood

કરીનાથી લઈ અનુષ્કા સુધી, આ એક્ટ્રેસિસને પતિએ પહેરાવી હતી કરોડો રૂપિયાની ડાયમંડ રિંગ

મુંબઈઃ શિલ્પા શેટ્ટીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, ‘તે પોતાની પુત્રવધુને 20 કૅરેટ ડાયમંડની વીંટી આપશે જો તેમની સાથે તે સારો વ્યવહાર કરશે તો. નહીં તો તેને નાની વીંટીથી કામ ચલાવવું પડશે.’ ઉલ્લેખનીય છે કે, આ તે વીંટી છે જે શિલ્પાને તેના પતિ રાજ કુન્દ્રાએ સગાઈમાં પહેરાવી હતી. આ વીંટી શિલ્પાએ ફોટોગ્રાફર્સને બતાવીને ફોટો પણ પડાવ્યાં હતાં. આ વીંટી પહેરી શિલ્પા ખૂબ જ ખુશ લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, શિલ્પા એકલી નથી જેમણે સગાઈમાં કરોડોની વીંટી તેમના પાર્ટનરે પહેરાવી હતી. કરીના કપૂર, અનુષ્કા શર્માથી પ્રિયંકા ચોપરા અને અસીન સહિતની એક્ટ્રસે સગાઈમાં મોંઘી કરોડોની વીંટી પહેરી હતી, પણ જો વાત બચ્ચન વહુની કરીએ તો તેમની વીંટીની કિંમત અન્ય એક્ટ્રસની તુલનામાં ઓછી છે.

પ્રિયંકા ચોપરાએ ડિસેમ્બર 2018માં અમેરિકી સિંગર નિક જોનસ સાથે હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાઝથી લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પ્રિયંકાએ હિન્દુ લગ્નમાં જે ઘરેણાં પહેર્યા તેમાં 22 કૅરેટ ગોલ્ડમાં જાપાનથી આવેલાં મોતી અને અનકટ હીરા હતાં. સગાઈમાં નિકે પ્રિયંકાને ડાયમંડની વીંટી પહેરાવી હતી. જેની કિંમત લગભગ 1.40 કરોડ રૂપિયા હતી.

વર્ષ 2018માં દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. દીપિકાએ સગાઈમાં સિંગલ સૉલિટેયર સ્ક્વેયર ડાયમંડ વીંટી પહેરી હતી. જેની કિંમત લગભગ 2.7 કરોડ રૂપિયા હતી.

ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતાં. કહેવામાં આવે છે કે, અભિષેકે ઐશ્વર્યાને લગભગ 50 લાખ રૂપિયાની વીંટી પહેરાવી હતી. જે 53 કેરેટ સોલિટેયર વીંટી હતી.

અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યાં હતાં. અનુષ્કાએ પોતાની સગાઈમાં લગભગ 1 કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી. કહેવામાં આવે છે કે, આ વેડિંગ વીંટી વિરાટે ખુદ સિલેક્ટ કરી હતી. આ વીંટીને પસંદ કરવામાં વિરાટે લગભગ ત્રણ મહિના લીધા હતાં કેમ કે, તે અનુષ્કાને સૌથી સુંદર સગાઈની વીંટી પહેરાવવા માગતા હતાં.

કરીના કપૂરે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. કરીનાને ડાયમંડ વીંટી પહેરવાનો શોખ છે, એવામાં તેમની પસંદને જોતાં સૈફે લગ્ન સમયે તેમને 5 કૅરેટ પ્લેટિનમ બેન્ડવાળી ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી હતી. જોકે, તેની કિંમત સામે આવી નથી.

અસિને વર્ષ 2016માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. અસિને પોતાની સગાઈમાં 6 કરોડ રૂપિયાની 20 કેરેટવાળી સોલિટેયર વીંટી પહેરી હતી. આ વીંટી તેમના પતિએ ગિફ્ટમાં આપી હતી. જેના પર ‘AR’ લખ્યું હતું.

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યાં છે. લગ્ન પહેલાં સગાઈમાં સોનમને આનંદે લગભગ 90 લાખ રૂપિયાની ડાયમંડ વીંટી પહેરાવી હતી.

વિદ્યા બાલને વર્ષ 2012માં પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. રિપોર્ટ મુજબ, સિદ્ધાર્થે તેમને સગાઈમાં એન્ટિક ગોલ્ડ રિંગ ગિફ્ટ કરી હતી, જેમાં લાગેલો રુબી સ્ટોન ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. જેની કિંમત લગભગ 75 લાખ રૂપિયા હતી.

You cannot copy content of this page